સ્વાસ્થ્ય:મહિલાઓમાં આયોડીન અને પુરુષોમાં ઝીંક અને મેગ્નેશિયમની કમીથી આરોગ્યની સમસ્યાઓ
લેન્સેટ હેલ્થ ગ્લોબલે 185 દેશોમાં ઉંમર અને લિંગના આધારે 34 જૂથો ઉપર પોષક તત્ત્વોના સેવનનું અનુમાન લગાવવા માટે એક અભ્યાસ હાથ ધર્યો હતો. જેમાં દેશમાં બધી ઉંમરના વર્ગના પુરુષ અને મહિલાઓમાં આયર્ન, કેલ્શિયમ અમે ફોલેટ સહિત આરોગ્ય માટે મહત્ત્વપૂર્ણ 15 પોષક તત્ત્વોની ખામી જોવા મળી છે. ધી લેન્સેટ ગ્લોબલ હેલ્થ જર્નલમાં પ્રકાશિત આ અભ્યાસ પ્રમાણે પુરુષોની સરખામણીમાં મહિલાઓ અપૂરતા આયોડીનનુ સેવન કરે છે. બીજી તરફ મહિલાઓની સરખામણીમાં પુરુષો ઝીંક અને મેગ્નેશિયમનું અપૂરતુ સેવન કરે છે. આ સિવાય રાઇબોફ્લેવિન, ફોલેટ, વિટામિન બી-6 અમે વિટામિન બી-12ની માત્રા ઘણી ઓછી જોવા મળી હતી. લેન્સેટ પ્રમાણે આ 185 દેશોમાં ઉંમર અને લિંગના આધારે 34 જૂથો પર અભ્યાસ કરાયો હતો. વિશ્વની 70 % વસતીમાં વિટામીન ઈની ઉણપ
વિશ્વની કુલ વસતીમાં આશરે 70 % એટલે કો 500 કરોડથી વધુ લોકોમાં આયોડીન, વિટામિન ઈ અને કેલ્શિયમની ખામી છે. વિવિધ દેશો અને વિવિધ સમૂહોમાં પુરુષોની સરખામણીમાં મહિલાઓમાં આયોડીન, વિટામિન બી 12 અને આયર્ન ઓછી માત્રામાં સેવન કરતી જણાઇ આવી હતી. જ્યારે મહિલાની સરખામણીમાં પુરુષોમાં મેગ્નેશિયમ, વિટામિન બી 6, ઝિંક અને વિટામિન સીની ઉણપ જોવા મળી છે. કેલ્શિયમની ઉણપનો મોટો ખતરો
10થી 30 વર્ષની ઉંમરના પુરુષો અને મહિલાઓમાં કેલ્શિયમની ખામીનો સૌથી મોટો ખતરો દક્ષિણ અને પૂર્વ એશિયા અને સહારા-આફ્રિકામાં છે. ઉત્તર અમેરિકા, યુરોપ અને મધ્ય એશિયામાં પણ કેલ્શિયમની ઊણપ જોવા મળી હતી. ગર્ભાવસ્થા વખતે સમસ્યા થાય છે
દરેક પોષક તત્ત્વોની ખામીના તેના પોતાના સ્વાસ્થ્ય પરિણામ હોય છે. જેમાં ગર્ભાવસ્થા દરમિયાન સમસ્યાઓ, આંધળાપણુ અને ચેપી રોગોની પ્રત્યે વધતી સંવેદનશીલતા સામેલ છે. તે કુપોષણનું સૌથી સામાન્ય રૂપોમાંથી એક છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.