હિંમતનગર નગરપાલિકા દ્વારા વરસાદના પગલે બિસ્માર થયેલા રસ્તાઓમાં ખાડા પુરવાની કામગીરી કરાઈ* - At This Time

હિંમતનગર નગરપાલિકા દ્વારા વરસાદના પગલે બિસ્માર થયેલા રસ્તાઓમાં ખાડા પુરવાની કામગીરી કરાઈ*


(રિપોર્ટર ઝાકીર હુસેન મેમણ)

હિંમતનગર નગરપાલિકા દ્વારા વરસાદના પગલે બિસ્માર થયેલા રસ્તાઓમાં ખાડા પુરવાની કામગીરી કરાઈ*
*****
સાબરકાંઠા જિલ્લામાં વરસાદના કારણે જાહેર રસ્તાઓ ઉપર ખાડા પડવાથી હિંમતનગર નગરપાલિકા દ્વારા વરસાદના પગલે બિસ્માર થયેલા રસ્તાઓમાં મરામત કરવાની કામગીરી કરવામાં આવી હતી.
વરસાદી પાણીથી રસ્તા ઉપર થયેલા ધોવાણને લીધે પ્રજાજનોને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે હિંમતનગર નગરપાલિકા દ્વારા બિસ્માર રસ્તાઓનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. રસ્તાઓના સમારકામથી વાહનચાલકો સરળતાથી અવર જવર કરી શકશે. તેમજ અકસ્માત નિવારી શકાશે.
હિંમતનગર નગરપાલિકા દ્વારા હિંમતનગરના મોતીપુરા વિસ્તાર,સહકારી જીન રોડ,છાપરીયા રોડ,મહાવીર નગર,સંઘરોડ,જૂના બળવંતપુરા,ખેડ તસિયા રોડ,હાજીપુરા રોડ વગેરે વિસ્તારોમાં રસ્તા મરામતની કામગીરી હાથ ધરાઈ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.