પ્રભુ સદભાવના સેવા સમિતિને એક વર્ષ પૂર્ણ થયાની સાથે પ્રભુ સદભાવના સેવા સમિતિ જસદણ દ્વારા જરૂરિયાતમંદ નાના નાના બાળકો સાથે પવિત્ર શ્રાવણ માસની ઉજવણી કરવામાં આવી - At This Time

પ્રભુ સદભાવના સેવા સમિતિને એક વર્ષ પૂર્ણ થયાની સાથે પ્રભુ સદભાવના સેવા સમિતિ જસદણ દ્વારા જરૂરિયાતમંદ નાના નાના બાળકો સાથે પવિત્ર શ્રાવણ માસની ઉજવણી કરવામાં આવી


પ્રભુ સદભાવના સેવા સમિતિ જસદણ એક વર્ષથી અનેક સેવાકીય કામ કરી રહી છે. પણ એક રૂપિયાનું દાન બહારનું સ્વીકારતી નથી. તે ખૂબ સારી વાત કહેવાય જ્યારે સેવાના કાર્ય કરવાનું હોય ત્યારે સમિતિના તમામ સભ્યો સાથે મળી એક મીટીંગ નું આયોજન કરતા હોય છે. અને સૌ ના એક સરખા વિચારો સાથે જ આ પ્રભુ સદભાવના સેવા સમિતિ ચાલી રહી છે, જેમ કે એક વર્ષની અંદર સેવાના 15 થી 20 જેટલા કાર્ય કર્યા છે અને જે પ્રમાણે જરૂરિયાતમંદ લોકો સમિતિને લાગે કે ખરેખર આ સેવાના કાર્યમાં જ જશે તેવા જરૂરિયાત મંદ લોકો ને મદદરૂપ થતી હોય છે કોઈ આ સમિતિમાં પ્રમુખ કે ઉપપ્રમુખ કે કોઈ જાતના હોદ્દા આપવામાં આવ્યા નથી. અને પ્રમુખ અને ઉપપ્રમુખ વિનાની આ સંસ્થા જસદણ પંથક ની અંદર ખુબ સારી એવી સેવાકીય પ્રવૃતિ કરી રહી છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.