બોટાદવાસીઓને સાતત્ય પૂર્ણ રીતે વીજ પ્રવાહ મળી રહે તે માટે બોટાદ જિલ્લા પી.જી.વી.સી.એલ ની ટીમ રહી સતત ખડેપગે
(અસરફ જાંગડ દ્વારા)
ભારે વરસાદની સ્થિતિમાં પણ બોટાદવાસીઓને સતત વીજ પ્રવાહ મળી રહે તે માટે બોટાદ જિલ્લા પીજીવીસીએલની ટીમ સતત ખડેપગે રહી હતી. જિલ્લામાં હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે વહીવટી તંત્ર આગોતરાં આયોજન તેની પૂર્ણ અમલવારી કરવાની તૈયારી સાથે કાર્યરત રહ્યું હતું. બોટાદ જિલ્લાના ચારેય તાલુકાઓમાં તથા શહેરમાં પી.જી.વી.સી.એલની ઉત્કૃષ્ટ કામગીરી સામે આવી છે. ત્યારે વીજ વિક્ષેપ ઊભો ન થાય તે માટે નિરંતર કામગીરી કરી હતી ,બોટાદ જિલ્લામાં 25, 26 અને 27ના રોજ ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો, તેમાં વીજ વાયરોને પણ ખૂબ નુકસાન થયું હતું. પરંતુ લાઈન સ્ટાફ અને તમામ કર્મયોગીઓની સખત મહેનતના પરિણામે ભારે વરસાદની સ્થિતિ વચ્ચે પણ વીજ પુરવઠો યથાવત રાખવા માટે એમને સફળતા પ્રાપ્ત થઈ છે, તેમની અપાર મહેનતના કારણે આ શક્ય બન્યું છે. પી.જી.વી.સી.એલ ની સતત કામગીરીને કારણે લોકો પણ સંતોષ અને ખુશીની લાગણી અનુભવી રહ્યા છે, પી.જી.વી.સી.એલ ની અલગ અલગ ટીમના કર્મયોગીઓ દ્વારા ભારે વરસાદની સ્થિતિ વચ્ચે પણ સૂઝબૂઝ અને આકરી મહેનતનાં કારણે સમગ્ર બોટાદ જિલ્લામાં સાતત્યપૂર્ણ રીતે વીજ નિયમન કરી વીજ પૂરવઠો પૂરો પાડવામાં આવ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.