વિરમગામ રેલ્વે પોલીસ સ્ટેશન SHE ટીમ દ્વારા એક મળી આવેલ મહિલાનો કબજો તેના માતાને સોંપતી  વિરમગામ રેલ્વે પોલીસ - At This Time

વિરમગામ રેલ્વે પોલીસ સ્ટેશન SHE ટીમ દ્વારા એક મળી આવેલ મહિલાનો કબજો તેના માતાને સોંપતી  વિરમગામ રેલ્વે પોલીસ


શ્રી પરીક્ષિતા રાઠોડ,ઈ.ચા.અધિક પોલીસ મહાનિર્દેશકશ્રી, (રેલ્વેઝ) ગુ.રા.અમદાવાદ તથા શ્રી બલરામ મીણા, પોલીસ અધિક્ષક, પશ્વિમ રેલ્વે અમદાવાદ તથા શ્રી સી.પી.મુંધવા વિભાગીય પોલીસ અધિકારી પશ્વિમ રેલ્વે અમદાવાદ નાઓની સુચનાથી શ્રી એન.એમ.બારડ પોલીસ સબ ઇન્સ્પેકટર વિરમગામ રેલ્વે પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ SHE ટીમના માણસો ગઇ તા.૩૦/૦૮/૨૦૨૪ ના કલાક ૦૮/૦૦ વાગ્યા થી કલાક ૨૦/૦૦ વાગ્યા સુધીની અમારી ફરજ શી-ટીમ તરીકેની હોય અને અમો તથા અમારી સાથેના પો.કર્મચારીઓ તેમજ સ્ટેશન ડ્યૂટીના પો.માણસો વિરમગામ રે.સ્ટેશન ખાતે પેટ્રોલીંગમા ફરતા હતા તે દરમ્યાન કલાક ૧૮/૧૫ વાગ્યાની આસપાસ પ્લે.નં.૨/૩ ઉપર સિડી પાસેના નાસ્તાના સ્ટોલની બાજુમા બાકડા ઉપર એક મહીલા ગભરાય ગયેલ હાલતમા બેઠેલ હતી જે અમોને શક જતા અમારી સાથેના વુ.લોકરક્ષક જ્યોતીબેન દશરથભાઇ બ.નં.૧૩૦૬ નાઓની મદદથી પુછપરછ કરતા કોઇ સંતોષ કારક જવાબ આપતા ના હોય જેથી વિશ્વાસમા લઇ પો.સ્ટે.લાવી વધુમા પુછપરછ કરતા પોતે-પોતાનુ નામ વંદનાબેન ડો/ઓફ કૈલાશભાઇ શર્મા ઉ.વ. ૪૦ રહે.૧૨ રાધે એપાર્ટ્મેન્ટ પ્રતીક ચાર રસ્તા ઠક્કરબાપાનગર અમદાવાદ વાળી હોવાનુ જણાઇ આવેલ હોય બાદ તેની હાજરી બાબતે પુછપરછ કરતા તેણી વિરમગામ ખાતે તેના બહેન-બનેવી સાથે રહેતી હોય અને ઇયાવા ખાતે નોકરી પર ગયેલ ના હોય જે બાબતે તેણીની બહેન નાઓએ ઠપકો આપતા જે બાબતનુ ઓછુ લાગી આવતા ધરેથી કોઇ પણ પરીવારના સભ્યોને જાણ કર્યા વગર તા.૩૦/૦૮/૨૦૨૪ ના રોજ ઘરેથી નિકળી ગયેલ હોય અને તેની પાસેથી તેના માતાનો મો.નં. મેળવી સંપર્ક કરતા જેઓ પણ તેમની દિકરીની શોધ-ખોળ કરતા હોય જેથી તેઓ આજરોજ તા.૩૧/૦૮/૨૦૨૪ ના કલાક ૧૦/૦૦ વાગ્યે વિરમગામ રે.પો.સ્ટેશન ખાતે આવતા તેઓની દિકરી તેની માતા સાથે જવા રાજી થતા તેણીનો કબ્જો તેમની માતા નામે બેબીબેન વા/ઓફ કૈલાશભાઇ શર્મા નાઓને જેતે હાલતમા સુપ્રત કરેલ હોય જે બાબતે આ બાબતે તેઓને કોઈ ફરીયાદ ન હોય જેથી અત્રેના પોલીસ સ્ટેશનના તા.૩૧/૦૮/૨૦૨૪ ના સ્ટે.ડા એ.નં.૦૯/૨૦૨૪ ના ક.૧૦/૧૦ વાગ્યે નોંધ કરેલ છે.

કામગીરી કરનાર પોલીસ કર્મચારી:- (૧) પો.સબ.ઈન્સ શ્રી. એન.એમ.બારડ (૨) હે.કો./૨૩૧ અશોકભાઇ તેજાભાઇ (૨) હે.કો./૩૪૪  રાજુભાઇ જીલેશભાઇ (૩) પો.કો./૧૧૭૭ પ્રહલાદભાઇ રામસંગભાઇ (૪) વુ.એલ.આર/૧૧૯ પુનમબેન ઉમેદજી (૫) વુ.એલ.આર./૧૩૦૬ જયોતિબેન દશરથભાઇ


7984814751
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.