સાણંદ મામલતદાર કચેરી ખાતે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી.. - At This Time

સાણંદ મામલતદાર કચેરી ખાતે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી..


અમદાવાદ સાણંદ

ઇસ્લામ ધર્મ અને પયગંબર સાહેબ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર મહારાષ્ટ્રના રામગીરી મહારાજ સામે ગુનો નોંધવા સાણંદ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું..

મહારાષ્ટ્રના કથાકાર રામગીરી મહારાજ દ્વારા પોતાની કિર્તન સભા દરમ્યાન ઇસ્લામ ધર્મના મહાન પયંગબર સાહેબ તથા ઇસ્લામ ધર્મ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરતો એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થયો હોય, જેનાથી ધાર્મિક લાગણી દુભાતા આ બાબતે આજરોજ સાણંદ મામલતદાર કચેરી ખાતે આરોપી સામે રાષ્ટ્રધ્વોનો ગુનો દાખલ કરવામાં આવે એવી માંગ સાથે ભારતીય કાયદા મુજબ તેમની સામે કાયદેસર કાર્યવાહી કરવા સાણંદ તાલુકા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા સાણંદ મામલતદાર ને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્રના કથાવાચક રામગીરી મહારાજ રામપુર, વન્જાર ગામ, દ્વારા તેની મહારાષ્ટ્રના નાશીક જીલ્લાના શાહપંચાલ ગામે એક કિર્તન સભા દરમ્યાન ઇસ્લામ ધર્મના મહાન પયગંબર સાહેબ તથા ઇસ્લામ ધર્મ વિરૂદ્ધ અપમાન જનક ટીપ્પણીઓ કરવામાં આવી હોય, જેનાથી કથાકાર રામગીરી માહારાજે સમ્રગ દેશમાં મુસ્લીમો અને ઈસ્લામ ધર્મ વીરૂધ્ધ દ્વેષની લાગણી ફેલાવીને વિવિધ સમુદાયો વચ્ચે વેરભાવના ઉભી કરી દેશની શાંતી તથા કાયદો વ્યવસ્થાને ડહોવાનો પ્રયત્ન કર્યો છે.

આ અપમાનજનક ટીપ્પણીઓના કારણે મહારાષ્ટ્રમાં વિવિધ જગ્યાએ મુસ્લીમો અને સામાજીક કાર્યકરો
દ્વારા દેખાવો અને રેલીઓ પણ યોજવામાં આવી હોય, જે બાદ મહારાષ્ટ્રના કોંઢવા પોલીસ સ્ટેશન (પુને) ખાતે રામગીરી મહારાજ વિરૂધ્ધ એફ.આઈ. આર. નં. ૯૬૬/૨૪ હેઠળ ભારતીય ન્યાય સંહીતા હેઠળ કલમ ૧૯૨, ૧૯૬, ૧૯૭, ૨૯૯, ૩૦૨,૩૫૩ (૨), ૩૫૬ (૨) અને ૩૫૬ (૩) મુજબ ગુનો નોંધાયો છે.

*..✍🏻 એટ ધીસ ટાઇમ ન્યુઝ બ્યુરો રીપોર્ટ ફઝલખાન પઠાણ સાણંદ અમદાવાદ..📹*


9904201386
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.