રવિવારે શ્રી અંટાળેશ્વર મહાદેવ તથા રામજીમંદિર ટ્રસ્ટ પ્રેરિત સુદર્શન નેત્રાલય નો નેત્રયજ્ઞ યોજાશે
રવિવારે શ્રી અંટાળેશ્વર મહાદેવ તથા રામજીમંદિર ટ્રસ્ટ પ્રેરિત સુદર્શન નેત્રાલય નો નેત્રયજ્ઞ યોજાશે
લીલીયા તાલુકાના નાં સુપ્રસિદ્ધિ અંટાળેશ્વર મહાદેવ તથા રામજીમંદિર ટ્રસ્ટ પ્રેરિત શ્રી અંટાળેશ્વર માનવતાની જયોત શ્રી નાગરદાસ સંઘવી ટ્રસ્ટ સંચાલીત સુદર્શન નેત્રાલય અમરેલી ના સહયોગ થી
મુખ્યદાતા જયંતિભાઈ વીરજીભાઈ બાબરીયા (એકલારા) સહદાતાશ્રી ધનજીભાઈ જસમતભાઈ રાખોલીયા (અકાળા) ના આર્થિક સહયોગથી ફ્રી નેત્રયજ્ઞ આંખના તમામ રોગોનું નિદાન-સારવાર
આંખના ઓપરેશન માટે માર્ગદર્શન દર મહિનાનો પહેલો રવિવાર સમય ૯-૦૦થી ૧૨-૦૦ સ્થળ અંટાળેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે યોજાશે આંખના મોતિયાના દર્દી ઓને નિદાન બાદ સુદર્શન નેત્રાલય અમરેલી દ્વારા નેત્રમણી આરોપણ માટે અમરેલી લઈ જવાશે કાળીકીકી ના કારણે દૃષ્ટિહીન બનેલને નિદાન અને ઓપરેશન માટે લોકદ્રષ્ટિ ચક્ષુબેંક- સુરત દ્વારા માર્ગદર્શન આંખના નંબરની કોમ્પ્યુટર દ્વારા તપાસ જરૂરીયાતમંદ લોકોને નિદાન બાદ ફ્રી-ટીપા-દવા,ચશ્મા વિતરણ આંખના મોતિયાના ઓપરેશન બાદ તપાસ તેમજ સારવાર અને માર્ગદર્શન વિના મૂલ્યે અપાશે તેમ દિનેશભાઈ જોગાણી ની યાદી માં જણાવ્યું હતું
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.