પોરબંદર જિલ્લામાં વધુ સતર – લોકોને એરલિફ્ટ કરી બચાવાયા
પોરબંદર જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે તો ઉપરવાસના પાણી છોડવામાં આવતા હજારો લોકો ફસાઇ ગયા છે ત્યારે હેલીકોપ્ટર દ્વારા ૧૭ લોકોને એરલિફ્ટ કરી બચાવવામાં આવ્યા હતા. પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકાના શીશલી ગામે તથા કુતિયાણા તાલુકાના અમીપુર અને મહિયારી વાડી વિસ્તારમાં ભારે વરસાદના કારણે વાડી વિસ્તારમાં ફસાયેલ વ્યક્તિઓના રેસ્ક્યુ માટે એરલીફટ કરવાની જરૂરિયાત જણાયેલ હતી. જેઓને સ્થાનિકકક્ષાની ફાયર બ્રિગેડ ટીમ, નેવી ટીમ, એસ.ડી.આર.એફ. ટીમ, મરીન કમાન્ડોની ટીમના સઘન પ્રયત્નો કરવા છતા રેસ્ક્યુ કરવામાં સફળતા ન મળતા વહીવટીતંત્ર દ્વારા પોરબંદર ખાતેના કોસ્ટગાર્ડનો સંપર્ક કરી, એરલિફટીંગ કરી પોરબંદરના શીશલી ગામના નવ વ્યક્તિઓ, કુતિયાણા અમીપુર ગામના છ વ્યકિતઓ અને મહિયારી વાડી વિસ્તારના બે વ્યક્તિઓને બચાવવામાં આવ્યા હતા કુલ ૧૭ વ્યક્તિઓનું રેસ્ક્યુ કરી તેમને સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા છે અને કોસ્ટગાર્ડની ટીમ દ્વારા હેલીકોપ્ટર મારફતે આ રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા તથા કપરી પરિસ્થિતિમાં ગમે ત્યારે કંટ્રોલરૂમનો સંપર્ક સાધી શકાશે તેમ જણાવાયુ છે.
8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.