"નમસ્તે સદા વત્સલે માતૃભૂમિ" કળિયુગે સંઘ શક્તિ વર્ષે સવા લાખ સ્વંયમ સેવકો નું સંધ સાથે જોઇનિંગ - At This Time

“નમસ્તે સદા વત્સલે માતૃભૂમિ” કળિયુગે સંઘ શક્તિ વર્ષે સવા લાખ સ્વંયમ સેવકો નું સંધ સાથે જોઇનિંગ


"નમસ્તે સદા વત્સલે માતૃભૂમિ"

કળિયુગે સંઘ શક્તિ વર્ષે સવા લાખ સ્વંયમ સેવકો નું સંધ સાથે જોઇનિંગ

રાંચી ઝારખંડ રાષ્ટ્રીય સ્વંયમ સેવક ની ઝારખંડ રાજ્ય ના રાંચી ખાતે ત્રિદિવસીય પ્રાંત પ્રચારકો ની બેઠક માં સંઘ ની વિસ્તરણ શાખા માં દર વર્ષે ૧.૨૫ લાખ લોકો જોડાઇ રહ્યાં છે. ઝારખંડની રાજધાની રાંચીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રાંતપ્રચારકોની ૩ દિવસીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં સંઘના વિસ્તરણ, શાખાની કામગીરી અને વિભાગોના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં સંઘના વડા મોહનજી ભાગવત, સંઘના મહાસચિવ દતાત્રેયજી હોસબોલે, રાષ્ટ્રીય કાર્યકારીણીના સભ્યો અને બધા પ્રાંતના પ્રાંત પ્રચારકોએ ભાગ લીધો હતો. આ બેઠક અંગે અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકરે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, સંઘની વેબસાઇટ દ્વારા આર.એસ. એસ.માં જોડાવા માટે જોઈન આર.એસ.એસ. હેઠળ એક ઓનલાઈન વેબસાઈટ વર્ષ ૨૦૧૨માં શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત દર વર્ષે સવા લાખ લોકો ઑનલાઈન માધ્યમથી સંઘ સાથે જોડાઈ રહ્યાં છે. વધુમાં આ વર્ષે જૂન સુધીમાં ૬૬,૫૨૯ લોકોએ સંપર્ક કર્યો છે અને સંઘમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આવતા વર્ષે સંઘની સ્થાપનાનું શતાબ્દી વર્ષ પૂર્ણ થશે. સંઘે ૨૦૨૫ સુધીમાં ગ્રામીણ વિસ્તારોના તમામ વિભાગોમાં અને શહેરી વિસ્તારોની વસાહતોમાં દૈનિક શાખાઓથી વર્ષ ૨૦૨૫ સુધીમાં તમામ દેશમાં તેનું કાર્ય વિસ્તારનું લક્ષ નક્કી કર્યું છે. આ સિવાય પરસ્પર ચર્ચા માટે ૩૧ મી ઓગસ્ટથી ૨ સપ્ટેમ્બર સુધી કેરળના પલક્કડમાં સંઘના વિવિધ સંગઠનોની સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૯૭૫ ની કટોકટીની યાદમાં ૨૫ જૂને 'બંધારણ હત્યા દિવસ' તરીકે ઊજવવામાં આવી રહ્યો છે. આ અંગે તેમણે જણાવ્યું કે ૧૯૭૫ માં લાદવામાં આવેલી કટોકટી ચોક્કસપણે ખોટી હતી. સંઘે સમયાંતરે તેનો વિરોધ કર્યો છે અને સંઘર્ષ પણ કર્યો છે.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ' એક હિંદુ રાષ્ટ્રવાદી સ્વયંસેવક સંઘ છે. જેની શરૂઆત ૧૯૨૫ માં ડૉ. કેશવ હેડગેવારે કરી હતી. આર.એસ.એસ. વિશ્વની સૌથી મોટી સ્વયં સેવા સંસ્થા છે. ૧૯૨૫ પછી ધીરે ધીરે આર.એસ.એસ.નું રાજનૈતિક મહત્ત્વ વધતુ ગયું. ભાજપ એ આર.એસ.એસ.ની રાજનૈતિક શાખાના સ્વરૂપમાં પાંગર્યો અને દેશમાં સત્તા મેળવી. સંઘના સંગઠનાત્મક માળખામાં સૌથી ઉપર સરસંઘચાલકનું સ્થાન છે. જે સંઘને દિશાનિર્દેશ કરે છે. વર્તમાન સરસંઘચાલક કે. સુદર્શન છે. દરેક સરસંઘચાલક પોતાના ઉત્તરાધિકારીની નિમણૂક કરે છે સંઘની શાખાઓના સ્વયં સેવકો સવારે અથવા સાંજે એક કલાક માટે નિર્ધારિત સાર્વજનિક જગ્યાએ અચૂક મળે છે. ભારતમાં સંઘની ૫૦,૦૦૦ થી વધારે શાખાઓ છે શાખાઓ સંઘનો મૂળભૂત પાયો છે. શાખાઓમાં સામાન્ય રીતે રમત-ગમત, યોગ વંદના, સામાજિક ભારત અને વિશ્વની સંસ્કૃતિ અંગે બૌદ્ધિકો વિચાર-વિમર્શ કરે છે. આરએસએસના પ્રચાર-પ્રસારનું મોટાભાગનું કામ શાખા મારફતે જ થાય છે. શાખામાં કોઈપણ જાતનો જ્ઞાતિ જાતિનો ભેદભાવ રાખવામાં આવતો નથી. શાખામાં ભાગ લેતો દરેક વ્યક્તિ સ્વયંસેવક તરીકે ઓળખાય છે. અને સ્વયં સેવક જયારે ગ્રૂપનો વહીવટ કરે છે ત્યારે સંઘચાલક તરીકે ઓળખાય છે. અને શાખામાં નેતૃત્વ કરે છે. શાખાના અંતે 'નમસ્તે સદા વત્સલે માતૃભૂમિ' પ્રાર્થના કરી માતૃવંદના કરવામાં આવે છે. ભારત માતાને સલામી અપાય છે.સરસંઘચાલક ડૉ. કેશવ બલીરામ હેડગેવાર (પ્રણેતા) ૧૯૨૫-૧૯૪૦ ડૉકટર તરીકે ઓળખાતા.
માધવરાવ સદાશિવરાવ ગોલવલકર ૧૯૪૦-૧૯૭૩ ગુરુજી તરીકે ઓળખાતા.મધુકર દત્તાત્રય દેવરસ ૧૯૭૩-૧૯૯૩ બાળાસાહેબ તરીકે ઓળખાતા.પ્રો. રાજેન્દ્રસિંઘ ૧૯૯૩-૨૦૦૦ રજજુભૈયા તરીકે ઓળખાતા.કુપ્પાહલ્લી સીતારામૈયા સુદર્શન ૨૦૦૦ થી કાર્યરત.પછી સમયાંતરે સંઘ સુપ્રીમો કરતા રહે છે વર્તમાન વડા મોહન ભાગવત સંધ પ્રમુખ છે હિન્દૂ ધર્મ સંસ્કૃતિ ની રક્ષા હોય કે આપતી વિપતિ માં સંધ ની સેવા નોંધનીય રહી છે સંધ ની વિવિધ પાંખો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભારતીય કિસાન સંધ વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગા વાહીની બજરંગ દળ જેવા સંગઠનો સંધ ની દિશા નિર્દેશ હેઠળ કાર્યરત છે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.