ગૌ ભક્ત ધીરુભાઈ રામાણીની અનોખી પહેલ માતુશ્રીનાં બેસણામાં સદભાવના વૃદ્ધાશ્રમને બે રૂમ માટે ૨૨ લાખનું અનુદાન જાહેર કર્યું
ગૌ ભક્ત ધીરુભાઈ રામાણીની અનોખી પહેલ
માતુશ્રીનાં બેસણામાં સદભાવના વૃદ્ધાશ્રમને બે રૂમ માટે ૨૨ લાખનું અનુદાન જાહેર કર્યું
રાજકોટ સ્વ.માતુશ્રી ઓત્તમબેન લીંબાભાઈ રામાણી અને માતુશ્રી શામુબેન લક્ષ્મણભાઈ રામાણીનાં સ્મરણાર્થે લીંબાભાઈ લક્ષ્મણભાઈ રામાણી અને ધીરુભાઈ લીંબાભાઈ રામાણી તથા નીરજભાઈ ધીરુભાઈ રામાણી દ્વારા અનોખી સેવા જાહેર કરાઈ વૃદ્ધાશ્રમ એ સંસ્કૃતિ નથી જ,પરંતુ આજના કળીયુગની જરૂરિયાત તો છે જ. સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા ૩૦૦ કરોડનાં ખર્ચે ૫૦૦૦ વડીલો સમાઈ શકે તેવું વૃદ્ધાશ્રમ રામપર ગામ, જામનગર રોડ, રાજકોટ ખાતે બની રહ્યું છે. સ્વ. માતુશ્રી ઓત્તમબેન લીંબાભાઈ રામાણી અને માતુશ્રી શામુબેન લક્ષ્મણભાઈ રામાણીનાં સ્મરણાર્થે લીંબાભાઈ લક્ષ્મણભાઈ રામાણી અને ધીરુભાઈ લીંબાભાઈ રામાણી તથા નીરજભાઈ ધીરુભાઈ રામાણી દ્વારા રાજકોટનાં રામપર ખાતે ૫૦૦૦ વડીલો માટે નવા બની રહેલા સદભાવના વૃદ્ધાશ્રમમાં બે રૂમ માટે ૨૨ લાખનું અનુદાન આપ્યું. વૃદ્ધાશ્રમનાં બાંધકામની ગુણવત્તા અને પ્રગતિ જોઈને તેઓ ખુબ ખુશ થયા હતા. આ સાથે તેમણે સદભાવના બળદ આશ્રમ માટે મોટો શેડ બનાવવાની પણ વાત કરી હતી તેમજ સદભાવના વૃદ્ધાશ્રમનાં ચાલી રહેલા વૃક્ષ વાવેતર અને જતન અભિયાનમાં સોમનાથ, દ્વારકા માટે ૧૧૦૦ વૃક્ષો માટેનું અનુદાન જાહેર કર્યું. પોતાના માતુશ્રીનાં બેસણાંમાં તેમણે સમાજ માટે આવી મોટી સેવા જાહેર કરીને સમાજને એક અનોખો દાખલો આપ્યો છે. અત્રે ઉલેખ્ખનીય છે કે સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા ગુજરાતના અશકત-બિમાર, સગા સ્નેહી-કટુંબીજન ન ધરાવતા વૃધ્ધો ને સાચવી- માવજત કરી તમામ સગવડતાઓ ઘરમાં અપાય તે રીતે આપવામાં આવે છે, હાલ આ વૃધ્ધાશ્રમ એક માલિકીના તેમજ ત્રણ ભાડાના બિલ્ડીંગમાં કાર્યરત છે. જેમનું નવા બિલ્ડીંગનું કામ પ્રગતિમાં છે. સદભાવના વૃદ્ધાશ્રમ (પ્રમુખ વિજયભાઈ ડોબરીયા) દ્વારા અન્ય અનેકવિધ શુભ પ્રવૃતિઓ પણ કરવામાં આવે છે. ગુજરાતભરનાં વૃક્ષ ઉછેરવા, અકસ્માત થયેલ કુતરાઓની સારવાર અને સંભાળ,રખડતા ભટકતા બળદોની સાચવણી, પડત્તર કિંમતે મેડીકલ સ્ટોર સહિતની સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.