OMG! ટ્રેડિશનલ ડ્રેસમાં નૂડલ્સે કર્યો કથક ડાન્સ:AIએ નૂડલ્સ સાથે કર્યું અનોખું એક્સપેરિમેન્ટ, સોશિયલ મીડિયા પર વીડિયો વાઇરલ થતાં યુઝર્સે કહ્યું- ગજબ ક્રિએટિવિટી
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સે નવી ક્રાંતિ લાવી છે. ભારતના લોકો ધીમે ધીમે તેનો ઉપયોગ કરવાનું શીખી રહ્યા છે. હવે એઆઈ સોશિયલ મીડિયા પર પણ પોતાના અજાયબીઓ બતાવી રહ્યું છે. હવે આ ટેક્નિક દ્વારા શાનદાર વીડિયો પણ બનાવવામાં આવી રહ્યા છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. તાજેતરમાં, એક ક્લિપ વાઇરલ થઈ રહી છે જેમાં AI-જનરેટેડ વીડિયો નૂડલ્સના પોશાકમાં શાસ્ત્રીય નૃત્ય કથકનું પ્રદર્શન કરતા કાર્ટૂન બતાવે છે. maati_baani નામના યૂઝરે ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલ એક વીડિયોમાં સ્પેગેટ્ટીના સ્ટ્રેન્ડ્સને ડાન્સ કરતા બતાવવામાં આવ્યા હતા, હવે તેને સિમલર નૂડલ્સ શેપમાં ભારતીય શાસ્ત્રીય કથક કરતા જોવા મળ્યા છે. AI-જનરેટિવ વીડિયો ઇન્ટરનેટ યુઝર્સના દિલ જીતી રહ્યો છે. કથક ડાન્સનો વીડિયો યુઝર્સને આશ્ચર્યચકિત કરી રહ્યો છે
વીડિયોને મ્યુઝિક માટી બાની દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો હતો, જેમણે ક્લિપમાં દર્શાવવામાં આવેલા મ્યુઝિકનો મૂળ ટ્રેક કંપોઝ કર્યો હતો. કાર્તિક શાહે બનાવેલા આ વીડિયોમાં કથક સ્ટાઈલ બતાવવામાં આવી છે. આમાં સૌથી મોટી વિશેષતા એ છે કે નૃત્યના દરેક સ્ટેપમાં કથકની લાક્ષણિક મુદ્રાઓ જોવા મળે છે, તેમાં કોઈ ભૂલ દેખાતી નથી. વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો
આ વીડિયોને 3.1 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે, સોશિયલ મીડિયા યુઝર્સે તેના પર જોરદાર કમેન્ટ કરી છે. એક વ્યક્તિએ લખ્યું, "વાહ...મને શાસ્ત્રીય સંગીત જોવા મળ્યું અને બીજી વ્યક્તિએ તેની પ્રશંસા કરી અને કહ્યું," વાહ, આ અદભુત સર્જનાત્મકતા છે." આજની પેઢી ખૂબ જ પ્રતિભાશાળી છે. નૂડલ્સનો વીડિયો અગાઉ પણ વાઇરલ થયો હતો
આ પહેલાં પણ આવો જ એક વીડિયો વાઇરલ થયો હતો. આમાં કપલ સુંદર ડાન્સ કરતા દેખાડવામાં આવ્યું હતું. અન્ય એક પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે, નૂડલ્સ ફરીથી પાછા આવી ગયા છે. આ વખતે કથક કરી રહ્યા છે. કહેવું પડે, આપણી રસોઈ ખૂબ જ રચનાત્મક બની ગઈ છે. વીડિયોને અત્યાર સુધી 3 મિલિયનથી વધારે વખત જોવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા યૂઝર્સે વીડિયોને પસંદ કર્યો અને કમેન્ટ સેક્શનમાં માટી બાનીની ક્રિએટિવિટી પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. ડાન્સ મૂવમેન્ટ્સમાં ફૂડ આઇટમ્સ દર્શાવતા AI જનરેટિવ વીડિયો તાજેતરમાં ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યા છે. લગભગ એક મહિના પહેલાં, બીજી કલ્પનાત્મક ક્લિપ ઇન્સ્ટાગ્રામ પર સામે આવી હતી, જેમાં ક્રોસન્ટ અને આઇકોનિક એફિલ ટાવર વચ્ચે એક આરાધ્ય ડાન્સ રૂટિન દર્શાવવામાં આવ્યું હતું. આ વીડિયો પેરિસ ઓલિમ્પિક 2024ની ઉજવણી માટે બનાવવામાં આવ્યો હતો. 'રામ' નામની ધૂન પર વાંદરો નાચવા લાગ્યો!:ભજન ગાઈ રહેલી મહિલાના ખોળામાં બેસી ગયો, પછી તેને ગળે લગાવી; વીડિયોએ ધૂમ મચાવી વાંદરાઓ સ્વભાવે ખૂબ જ તોફાની અને રમતિયાળ હોય છે. જ્યારે તેમની રમૂજીશૈલી કેટલીકવાર લોકોના ચહેરા પર સુંદર સ્મિત લાવે છે, તો અમુક વખતે તેમની મસ્તી લોકોને હેરાન કરી દે છે. ઈન્ટરનેટ પર દરરોજ વાંદરાઓ સાથે જોડાયેલા આવા અનેક વીડિયો સામે આવતા રહે છે, જે ક્ષણભરમાં વાઇરલ થઈ જાય છે. તાજેતરમાં, આવો જ એક વીડિયો ઈન્ટરનેટ પર લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યો છે, જેમાં એક કપિરાજને હરે રામ, હરે કૃષ્ણનું ભજન સાંભળવામાં તલ્લીન જોઈ શકાય છે. વીડિયોમાં વાંદરો પણ કૂદીને ડાન્સ કરવાનો પ્રયાસ કરતો જોવા મળે છે. આ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.