કોલકાતા બળાત્કાર-હત્યા કેસ:TMC-BJPનો આજે વિરોધ, ભાજપ મહિલા આયોગની ઓફિસનો ઘેરાવ કરશે; બંગાળના ગવર્નર બોસ અમિત શાહને મળ્યા
આજે, શુક્રવાર (30 ઓગસ્ટ) TMC અને BJP બંને કોલકાતામાં ટ્રેઇની ડોક્ટરની બળાત્કાર-હત્યા કેસમાં વિરોધ કરી રહ્યા છે. બંગાળ ભાજપ મહિલા મોરચા 'તાલા લગાઓ અભિયાન' હેઠળ રાજ્ય મહિલા આયોગની ઓફિસનો ઘેરાવ કરશે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજમુદારે કહ્યું કે, મહિલા મોરચા આયોગની ઓફિસને તાળાબંધી કરશે. TMC સ્ટુડન્ટ યુનિયન સમર્થકો રાજ્યની તમામ કોલેજોમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પાર્ટી કેન્દ્ર પાસે આરોપીઓને મૃત્યુદંડની સજા આપતો કાયદો પસાર કરવાની માગ કરી રહી છે. ટીએમસીએ 31 ઓગસ્ટે રાજ્યના તમામ બ્લોકમાં વિરોધ પ્રદર્શન કરવાની પણ જાહેરાત કરી છે. બીજી તરફ બંગાળના ગવર્નર ડો. સીવી આનંદ બોઝે રાજ્યમાં તણાવને લઈને આજે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. એક અઠવાડિયામાં આનંદ બોઝની આ બીજી દિલ્હી મુલાકાત છે. કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 8-9 ઓગસ્ટની રાત્રે 31 વર્ષીય તાલીમાર્થી ડોક્ટર પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી. સેમિનાર હોલમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. તેની ગરદન તૂટી ગઈ હતી. મોં, આંખ અને પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી નીકળતું હતું. ભાજપે 28મી ઓગસ્ટે બંગાળ બંધનું એલાન આપ્યું હતું
કોલકાતા બળાત્કાર-હત્યા કેસના સંદર્ભમાં ભાજપે 28 ઓગસ્ટે 12 કલાકના બંગાળ બંધનું એલાન આપ્યું હતું. 27 ઓગસ્ટે કોલકાતામાં વિદ્યાર્થી પ્રદર્શનકારીઓની અટકાયત અને લાઠીચાર્જનો વિરોધ કરી રહી હતી. બંધ દરમિયાન અનેક જિલ્લાઓમાં પોલીસ અને ભાજપના સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું હતું. અનેક આગેવાનો-કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. ઉત્તર 24 પરગણા જિલ્લાના ભાટપરામાં બીજેપી નેતા પ્રિયંગુ પાંડેની કાર પર ફાયરિંગ થયું હતું. પ્રિયંગુએ કહ્યું- TMCના લગભગ 50-60 લોકોએ હુમલો કર્યો. વાહન પર 6-7 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. ડ્રાઇવર સહિત બે લોકોને ગોળી વાગી હતી. નાદિયા અને મંગલબારી ચોરંગીમાં બીજેપી અને ટીએમસીના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું. ટીએમસી સમર્થકોએ ભાજપના કાર્યકરો પર લાકડીઓથી હુમલો કર્યો. બાણગાંવ અને બારાસત દક્ષિણમાં ટ્રેનો રોકી દેવામાં આવી હતી. CBI તપાસ ચાલુ, આરોપીએ ગુનો કબૂલ્યો
કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં તાલીમાર્થી ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યા કેસમાં સીબીઆઈ તપાસ ચાલી રહી છે. પોલીસ બાદ 14 ઓગસ્ટે આ કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો. 23 ઓગસ્ટે કોર્ટે સંજય સહિત 7 લોકોના પોલીગ્રાફ ટેસ્ટની મંજૂરી આપી હતી. જેમાં મુખ્ય આરોપી સંજય રોય, પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ, 4 સાથી ડોક્ટરો, એક સ્વયંસેવકનો સમાવેશ થાય છે. મુખ્ય આરોપી સંજય રોયે 25 ઓગસ્ટે પોલીગ્રાફ ટેસ્ટમાં પોતાનો ગુનો કબૂલી લીધો છે. સંજયે કહ્યું કે તેણે ટ્રેઇની ડોક્ટરની બળાત્કાર કર્યા બાદ તેની હત્યા કરી હતી. ઘટનાને અંજામ આપતા પહેલા તે રેડ લાઈટ એરિયામાં ગયો હતો. રસ્તામાં તેણે એક છોકરીને પણ ચીડવી અને તેની ગર્લફ્રેન્ડ પાસેથી ન્યૂડ તસવીરો માંગી. પોલીસ કસ્ટડીમાં પણ સંજયે બળાત્કાર અને હત્યાની કબૂલાત કરી હતી. હત્યા અને બળાત્કારના 18 દિવસ બાદ સંજયની આ કબૂલાત સામે આવી છે. આ સિવાય 26 ઓગસ્ટે મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષનો ફરીથી પોલીગ્રાફ ટેસ્ટ લેવામાં આવ્યો હતો. ઘોષે સીબીઆઈને શું કહ્યું તેની માહિતી હજુ સામે આવી નથી. CBI એ ASI અનૂપ દત્તા પર પોલીગ્રાફ ટેસ્ટ કરાવવા માટે કોલકાતાની કોર્ટ પાસે પરવાનગી માંગી છે. દત્તાએ મુખ્ય આરોપી સંજય રોયને ગુનો છુપાવવામાં મદદ કરી હતી કે કેમ તે જાણવા મળશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.