‘તમે સંવેદનશીલ મુદ્દા પર ધ્યાન નથી આપ્યું’:8 દિવસમાં મમતાએ મોદીને ફરી પત્ર લખ્યો, કહ્યું- બળાત્કારના ગુનેગારોને કડક સજા માટે કાયદો બનાવવો જોઈએ
કોલકાતા રેપ-મર્ડર કેસને લઈને મમતા બેનર્જીએ 8 દિવસમાં વડાપ્રધાન મોદીને બીજો પત્ર લખ્યો છે. આમાં મમતાએ કહ્યું- મેં 22 ઓગસ્ટે પત્ર લખીને બળાત્કારીને કડક સજા આપવા માટે કાયદો બનાવવાની માગ કરી હતી, પરંતુ આવા સંવેદનશીલ મુદ્દા પર મને તમારી તરફથી કોઈ જવાબ મળ્યો નથી. જોકે ભારત સરકાર તરફથી ચોક્કસપણે જવાબ મળ્યો હતો, પરંતુ તેમણે આ મુદ્દાની ગંભીરતાને ધ્યાનમાં લીધી ન હતી. હું ફરીથી વિનંતી કરું છું કે કેન્દ્ર સરકાર બળાત્કાર અને હત્યા જેવા જઘન્ય અપરાધો પર કડક કાયદો બનાવે. આ કાયદામાં નિર્ધારિત સમયમાં કેસનો અંત લાવવાની જોગવાઈ પણ હોવી જોઈએ. હકીકતમાં 22 ઓગસ્ટે પીએમને લખેલા પત્રમાં મમતાએ કહ્યું હતું કે દેશમાં દરરોજ 90 રેપ થઈ રહ્યા છે. ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવી જોઈએ. એના જવાબમાં 26 ઓગસ્ટે મહિલા વિકાસમંત્રી અન્નપૂર્ણા દેવીએ મમતાને એક પત્ર લખ્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે 123 ફાસ્ટટ્રેક કોર્ટ છે, પરંતુ
એમાંથી મોટા ભાગની બંધ છે. મમતાએ કહ્યું- રાજ્યમાં 88 ફાસ્ટ ટ્રેક કોર્ટ કાર્યરત છે મમતાએ પોતાના છેલ્લા પત્રમાં પીએમને લખ્યું હતું - બળાત્કાર જેવા મામલામાં 15 દિવસમાં કેસ બંધ કરવામાં આવે
સીએમ મમતા બેનર્જીએ મોદીને પત્ર લખ્યો હતો - વર્તમાન ડેટા દર્શાવે છે કે દેશમાં દરરોજ 90 રેપ કેસ થઈ રહ્યા છે. મોટા ભાગના કિસ્સાઓમાં બળાત્કાર પીડિતાની હત્યા કરવામાં આવે છે. આ વલણ ડરામણું છે. આ સમાજ અને દેશના આત્મવિશ્વાસ અને અંતરાત્માને હચમચાવે છે. મહિલાઓને સલામતીનો અહેસાસ કરાવવો એ આપણી ફરજ છે. આ માટે જરૂરી છે કે કેન્દ્ર સરકાર એક કડક કાયદો બનાવે, જેમાં આવા જઘન્ય ગુના કરનારાઓને કડક સજાની જોગવાઈ હોય. આવા કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા જોઈએ. પીડિતાને ઝડપથી ન્યાય મળે એ માટે 15 દિવસમાં ટ્રાયલ પૂર્ણ થાય એ જરૂરી છે. મમતાના પહેલા પત્ર પર કેન્દ્રનો જવાબ - બંગાળની મોટા ભાગની ફાસ્ટ ટ્રેક કોર્ટ બંધ
મમતાના પ્રથમ પત્રનો જવાબ કેન્દ્ર સરકાર વતી મહિલા વિકાસ અને પરિવાર કલ્યાણમંત્રી અન્નપૂર્ણા દેવીએ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે- બંગાળમાં કુલ 123 ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરવામાં આવી હતી, પરંતુ એમાંથી મોટા ભાગની બંધ છે. આ સિવાય અન્નપૂર્ણા દેવીએ કહ્યું હતું કે મમતા સરકાર બંગાળમાં POCSOના પેન્ડિંગ કેસને લઈને કોઈ પગલાં નથી લેતાં. કોલકાતામાં 8-9 ઓગસ્ટની રાત્રે એક તાલીમાર્થી ડોક્ટરની અર્ધ-નગ્ન લાશ મળી આવી હતી
કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 8-9 ઓગસ્ટની રાત્રે 31 વર્ષીય તાલીમાર્થી ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી. સેમિનાર હોલમાં તેની અર્ધનગ્ન લાશ મળી આવી હતી. તેની ગરદન તૂટી ગઈ હતી. મોં, આંખ અને પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી નીકળતું હતું. આ પછી દેશભરમાં તબીબો દ્વારા દેખાવો થયા હતા. મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. આ સમાચાર પણ વાંચો...
કોલકાતા બળાત્કાર-હત્યા કેસ:TMC-BJPનો આજે વિરોધ, ભાજપ મહિલા આયોગની ઓફિસનો ઘેરાવ કરશે; બંગાળના ગવર્નર બોસ અમિત શાહને મળ્યા શુક્રવાર (30 ઓગસ્ટ) TMC અને BJP બંને કોલકાતામાં ટ્રેઇની ડોક્ટરની બળાત્કાર-હત્યા કેસમાં વિરોધ કરી રહ્યા છે. બંગાળ ભાજપ મહિલા મોરચા 'તાલા લગાઓ અભિયાન' હેઠળ રાજ્ય મહિલા આયોગની ઓફિસનો ઘેરાવ કરશે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજમુદારે કહ્યું હતું કે મહિલા મોરચા આયોગની ઓફિસને તાળાબંધી કરશે. TMC સ્ટુડન્ટ યુનિયન સમર્થકો રાજ્યની તમામ કોલેજોમાં વિરોધપ્રદર્શન કરી રહ્યા છે. પાર્ટી કેન્દ્ર પાસે આરોપીઓને મૃત્યુદંડની સજા આપતો કાયદો પસાર કરવાની માગ કરી રહી છે. ટીએમસીએ 31 ઓગસ્ટે રાજ્યના તમામ બ્લોકમાં વિરોધપ્રદર્શન કરવાની પણ જાહેરાત કરી છે. વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો... 'ગૃહમંત્રીજી, અભિનંદન!':જય શાહના ICC અધ્યક્ષ બનવા પર CM મમતાની પોસ્ટ; લખ્યું- પુત્ર નેતા ન બન્યો, પણ નેતા કરતાં વધુ પાવરફુલ બન્યો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગૃહમંત્રી અમિત શાહને તેમના પુત્ર જય શાહને ICC અધ્યક્ષ બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે ગુરુવારે (29 ઓગસ્ટ) ટ્વિટર પર એક પોસ્ટમાં લખ્યું કે- ગૃહમંત્રીજી, અભિનંદન! તમારો પુત્ર નેતા ન બની શક્યો, પરંતુ ICC અધ્યક્ષ બની ગયો છે. વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો...
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.