વિરપુર તાલુકામાં ૧૧૪ જેટલા મકાનોને ભારે નુકસાની…
મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના અનેક ગામોમાં ૧૧૪ જેટલા કાચા પાકા મકાનો અને તેની દીવાલો ધરાસાયી થવાની ઘટના સામે આવી છે વિરપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ત્રણ દિવસ અગાઉ મેઘતાંડવ જોવા મળ્યો હતો છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદ પડતા અનેક વિસ્તારોમાં ભારે નુકસાની થઈ હોય તેવું જોવા મળી રહ્યું છે અને વરસાદે તબાહી બોલાવી દીધી હોય તેવા દૃશ્યો પણ જોવા મળ્યા હતા જોકે સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના અનેક ગામોમાં કાચા પાકા મકાનો અને તેની દીવાલો ધરાસાયી થવાની ઘટના સામે આવી છે. સાથે સાથે અનેક ગામોમાં જાહેર રસ્તાની બાજુમાં રહેલ વૃક્ષો પણ ધરાસાયી થઈ ગયા હોય તેવી ઘટનાઓ સામે આવતા જનજીવન ખોરવાયું હતું તાલુકામાં ભારે વરસાદથી ૧૧૪ જેટલા રહેણાંક મકાનોને ભારે નુકસાની થઈ છે તો બીજી તરફ ભારે વરસાદના લીધે તાલુકામાં ૧૧ જેટલા પશુઓ તેમજ દિવાલ ધરાશાયી થતાં વૃધ્ધ મહિલાનુ મોત નીપજયું હતું ત્યારે તાલુકામાં ભારે વરસાદથી ૧૧૪ જેટલા રહેણાંક મકાનોને નુકશાની થતાં પરીવારો પર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે હાલાતો વિરપુર ટીડીઓ દ્વારા તમામ મકાનોને નુકશાની અંગે સર્વે કરી રીપોર્ટ આપવા તલાટીઓને આદેશ કર્યો છે ત્યારે તલાટીઓ દ્વારા ગામે ગામ સર્વે કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે....
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વીરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.