મહીસાગર જિલ્લામાં વીજ પુરવઠો યથાવત કરવા એમજીવીસીએલની ટીમ ખડે પગે - At This Time

મહીસાગર જિલ્લામાં વીજ પુરવઠો યથાવત કરવા એમજીવીસીએલની ટીમ ખડે પગે


વરસાદ બાદ પડેલા વીજ પોલ ઉભા કરવા અને તાર જોડાણ સહિતની કામગીરી પૂરજોશમા

જિલ્લામાં વિવિધ ગામોમાં ૧૬૧૩ વીજ પોલને એમજીવીસીએલના કર્મચારીઓ દ્વારા થાંભલાઓ ઉભા કરી વીજ પુરવઠો ફરી શરૂ કરી દેવા કામગીરી શરૂ કરાઈ

મહીસાગર જિલ્લામાં હાલ વરસાદ બાદની પરિસ્થિતિમાં જિલ્લામાં તમામ સ્થળોએ વીજ પુરવઠો ફરી શરૂ કરાવી સ્થિતિ યથાવત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લામાં વિવિધ ગામોમાં ૧૬૧૩ વીજ પોલને એમજીવીસીએલના કર્મચારીઓ દ્વારા થાંભલાઓ ઉભા કરી વીજ પુરવઠો ફરી શરૂ કરી દેવા કામગીરી શરૂ કરાઈ. મહીસાગર જિલ્લામાં છેલ્લા દિવસોમાં ભારે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે વીજ તાર તૂટવાના અને વીજપોલ ધરાશાઇ થવાના પગલે જિલ્લાના કેટલાક ફીડરો હેઠળના સ્થળોએ વીજ પુરવઠો પણ બંધ થઈ ગયો હતો. ચાલુ વરસાદે પણ એમજીવીસીએલના કર્મચારીઓ વીજ પુરવઠો ચાલુ રહે તે માટે શક્ય તેટલા પ્રયાસો કરી રહ્યા હતા. આજ સવાર સુધીમાં લગભગ તમામ સ્થળોએ વીજ પુરવઠો ફરી શરૂ કરી દેવામાં આવ્યો છે. જે સ્થળોએ વોટર લોગિંગના કારણે વીજ પુરવઠો શરૂ કરી શકાયો નથી અને ખાસ કરીને જ્યાં પાણીના ભારે પ્રવાહના કારણે વીજપોલ ધરાશાઈ થતા તેમજ વીજતાર તૂટી જતા જે વીજ પુરવઠો ખોરવાયો હતો તેને પણ હાલ ફરી શરૂ કરી દેવા માટેની જહેમત કર્મચારીઓ દ્વારા ઉઠાવવામાં આવી રહી છે.એમજીવીસીએલના કર્મચારીઓ દ્વારા યુદ્ધના ધોરણે આ થાંભલાઓ ઉભા કરી વીજ તાર જોડીને વીજ પુરવઠો ફરી શરૂ કરી દેવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.