માળીયા હાટીના પોલીસ દ્વારા દારૂ સહિત૭લાખ૯૨,૦૦૦ /-નો મુદામાલ પકડી પડાયો* *માળિયાપોલીસસ્ટેશનના નવનિયુક્ત પીએસ આઇ સલમા સુમરાની કામગીરીથી પ્રજા ખુશ*
*માળીયા હાટીના પોલીસ દ્વારા દારૂ સહિત૭લાખ૯૨,૦૦૦ /-નો મુદામાલ પકડી પડાયો*
*માળિયાપોલીસસ્ટેશનના નવનિયુક્ત પીએસ આઇ સલમા સુમરાની કામગીરીથી પ્રજા ખુશ*
*કોઈપણ અસામાજિક પ્રવૃત્તિ ચલાવી લેવામાં નહીં આવે,,, PSI સુમરા*
માળિયા હાટીના તા.૨૯/૦૮/૨૦૨૪ ના રોજ માળિયા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એસ.આઈ.સુમરા તથા એ.એસ.આઇ. ડી.જે. ગોહેલ તથા પો.કોન્સ. અરૂણભાઇ નાનાલાલ મહેતા તથા વિમલભાઇ વિઠ્ઠલભાઇ ડોબરીયા તથા ડ્રા.પો.કોન્સ. મિલનભાઇ હરદાસભાઇ ઝાલા વિગેરેએ આંબલગઢ ગામે દારૂ અંગેની રેઇડમાં હતા અને તે રેઇડની કાર્યવાહી પુર્ણ કરેલ ત્યારે ના.રા.મા રવાના થવાનો સમય થઇ જતા અન્ય સ્ટાફને બોલાવી પકડેલ મુદામાલ તથા આરોપીને સોંપી સ્ટાફની નાઇટ રાઉન્ડમાં રવાના કરવા માટેની પી.એસ.ઓ.શ્રીને ટેલીફોનીક જાણ કરી ઉપરોક્ત પો.સ્ટાફ સાથે બારોબાર સરકારી વાહન રજીનં.GJ-11-GA-0667 મા ના.રા.માં રવાના થયેલ અને ક.૨૩/૦૫ વાગ્યે લાઠોદ્રા ગામે પંહોચતા બાતમી રાહે હકીકત મળેલ કે, સોમનાથ તરફથી જુનાગઢ તરફ એક સફેદ કલરની ક્રેટા ફોર વ્હીલ કાર ૯૩૧૭ નંબર વાળી ઇંગ્લીશ દારૂ ભરી નીકળવાની છે જે મળેલ હકીકતની સાથેના સ્ટાફને સમજ કરી બે પંચોના માણસોને પો.કોન્સ વીમલભાઇ વીઠલભાઇ ડોબરીયા મારફત બોલાવી જેમા પંચ(૧) લખમણભાઇ વાલીંગભાઇ સીસોદીયા રહે.પાણીધ્રા ગામ તથા પંચ(૨) વીનોદભાઇ કાથળભાઇ લાખાણી રહે.લાઠોદ્રા ગામ વાળાઓને મળેલ બાતમી હકીકતની સમજ કરી પંચો તથા પો.સ્ટાફ સાથે સ.વા.મા બેસી પાણીધ્રા પાટીયે પંહોચતા જુનાગઢ તરફ રોડની ડાબી સાઇડમાં એક સફેદ કલરની ફોરવ્હીલ ગાડી પડેલ હોય જેની પાસે જઇ જોતા સફેદ કલરની ક્રેટા ફોરવ્હીલ રજીનંબર-GJ-20-N-9317 ની બાતમી હકીકત વાળી જોવામા આવેલ જે ફોરવ્હીલ કારમા ડ્રાઇવર સાઇડનું પાછળનું વ્હીલ ફાટી ગયેલ હાલતમા હોય અને ફોરવ્હીલ ગાડી ચેક કરતા દરવાજા લોક મારેલના હોય તેમજ સદરહુ ફોરવ્હીલ તથા આજુ બાજુમા કોઇ વ્યક્તી હાજર મળી આવેલ નંહી જેથી પંચો રૂબરૂ ફોરવ્હીલના દરવાજા ખોલી જોતા પાછળની સીટ તથા પાછળની ડેકી તથા ડ્રાઇવરની પાસેની ખાલી સીટમા એમ બધામા ખાખી કલરના બોક્ષ વાળી પેટીઓ ભરેલ હોય જે પેટીઓ ખોલી જોતા જે તમામ પેટીઓમા ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની નાની-મોટી અને જુદી-જુદી બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની બોટલો ભરેલ હોય તેમજ હાલમા ચોમાસાની સીજન હોવાથી વરસાદી જાપટા શરૂ હોય જેથી આ સ્થળે ગણતરી થઇ શકે તેમ ન હોય અને સદરહુ ફોરવ્હીલ કારનુ ટાયર ફાટી ગયેલ હોય હતું (૧) ઇમ્પીરીયલ બ્લુ હેન્ડ પીક્ડ ગ્રેન વ્હીસ્કી બ્રાન્ડની ૭૫૦ એમ. એલ.ની કંપની શીલ પેક ફોર સેલ ઇન યુટી ઓફ દાદરા એન્ડ નગર હવેલી એન્ડ દમણ એન્ડ દીવ ઓન્લી નોટ ફોર સેલ ઇન મહારાષ્ટ્ર સ્ટેટ જેમાં બેંચ નંબર ૦૮૮૩ તા.૨૭/૦૬/૨૦૨૪ એલ ૦૧ ના માર્કા વાળી ૪૨.૮% વી.વી વાળી બોટલો હોય જે બોટલ નંગ-૯૬ જે પેટી નંગ-૮ હોય જે એક બોટલની કિ.રૂ.૪૦૦/- લેખે કુલ બોટલ નંગ-૯૬ ની કિ.રૂ.૩૮,૪૦૦/- ગણી જેમાંથી એક બોટલ જેની કી.રૂ.૪૦૦/- ગણી કેમી તપાસણી અર્થે કબ્જે કરેલ અને બાકીની બોટલ નંગ-૯૫ બોક્ષમા જેમની તેમ રાખી જેની કિ.રૂ.૩૮,૦૦૦/- ગણી તપાસ અર્થે કબ્જે કરવામા આવેલ.
(૨) રોયલ ચેલેન્જ ફીનેસ્ટ પ્રીમીયમ વ્હીસ્કી બ્રાન્ડની ૭૫૦ એમ.એલ.ની કંપની શીલ પેક ફોર સેલ ઇન યુટી ઓફ દાદરા એન્ડ નગર હવેલી એન્ડ દમણ એન્ડ દીવ ઓન્લી જેમાં બેંચ નંબર ૦૦૪૫/એલ ૬ તા.૧૬/૦૮/૨૦૨૪ ના માર્કા વાળી ૪૨.૮% વી.વી વાળી બોટલો હોય જે બોટલ નંગ-૨૪ જે પેટી નંગ-૨ હોય જે એક બોટલની કિ.રૂ.૪૦૦/- લેખે કુલ બોટલ નંગ-૨૪ ની કિ.રૂ.૯,૬૦૦/- ગણી જેમાંથી એક બોટલ જેની કી.રૂ.૪૦૦/- ગણી કેમી તપાસણી અર્થે કબ્જે કરેલ અને બાકીની બોટલ નંગ-૨૩ બોક્ષમા જેમની તેમ રાખી જેની કિ.રૂ.૯,૨૦૦/- ગણી તપાસ અર્થે કબ્જે કરવામા આવેલ.
(૩) ઇમ્પીરીયલ બ્લુ હેન્ડ પીક્ડ ગ્રેન વ્હીસ્કી બ્રાન્ડની ૧૮૦ એમ.એલ.ની કંપની શીલ પેક ફોર સેલ ઇન યુટી ઓફ દાદરા એન્ડ નગર હવેલી એન્ડ દમણ એન્ડ દીવ ઓન્લી નોટ ફોર સેલ ઇન મહારાષ્ટ્ર સ્ટેટ જેમાં બેંચ નંબર ૦૯૭૦ તા.૦૫/૦૭/૨૦૨૪ ના માર્કા વાળી ૪૨.૮% વી.વી વાળી કાચની નાની બોટલો હોય જે બોટલ નંગ-૬૨૪ જે પેટી નંગ-૧૩ હોય જે એક બોટલની કિ.રૂ.૧૦૦/- લેખે કુલ બોટલ નંગ- ૬૨૪ ની કિ.રૂ.૬૨,૪૦૦/- ગણી જેમાંથી એકબોટલ જેની કી.રૂ.૧૦૦/- ગણી કેમી તપાસણી અર્થે કબ્જે કરેલ અને બાકીની બોટલ નંગ-૬૨૫ બોક્ષમા જેમની તેમ રાખી જેની કિ.રૂ.૬૨,૫૦૦/- ગણી તપાસ અર્થે કબ્જે કરવામા આવેલ.
(૪) રોયલ સ્ટગ ક્લાસીક વ્હીસ્કી બ્રાન્ડની ૧૮૦ એમ.એલ.ની કંપની શીલ પેક ફોર સેલ ઇન યુટી ઓફ દાદરા એન્ડ નગર હવેલી એન્ડ દમણ એન્ડ દીવ ઓન્લી નોટ ફોર સેલ ઇન મહારાષ્ટ્ર સ્ટેટ જેમાં બેંચ નંબર ૧૨૫૬ તા.૩૦/૦૭/૨૦૨૪ ના માર્કા વાળી ૪૨.૮% વી.વી વાળી કાચની નાની બોટલો હોય જે બોટલ નંગ-૮૧૬ જે પેટી નંગ-૧૭ હોય જે એક બોટલની કિ.રૂ.૧૦૦/- લેખે કુલ બોટલ નંગ- ૮૧૬ ની કિ.રૂ.૮૧,૬૦૦/- ગણી જેમાંથી એક બોટલ જેની કી.રૂ.૧૦૦/- ગણી કેમી તપાસણી અર્થે કબ્જે કરેલ અને બાકીની બોટલ નંગ-૮૧૫ બોક્ષમા જેમની તેમ રાખી જેની કિ.રૂ.૮૧,૫૦૦/- ગણી તપાસ અર્થે કબ્જે કરવામા આવેલ.તેમજ સફેદ કલરની હ્યુન્ડાઇ કંપનીની ક્રેટા ફોરવ્હીલ કાર રજી નંબર-GJ-20-N-9317 વાળી ની કિ.રૂ.૬,૦૦,૦૦૦/- ગણી તપાસ અર્થે પંચનામાની વિગતે કબ્જે કરવામા આવેલ જે અંગેનુ વિ.વારનું પંચનામુ પુરૂ ક.૦૩/૨૦ સુધીનું ઇ-સાક્ષ્ય એપમા મારફત કરેલ છે.
જેથી સફેદ કલરની હ્યુન્ડાઇ કંપનીની ક્રેટા ફોરવ્હીલ કાર રજી નંબર-GJ-20-N-9317 વાળીના ચાલકે પોતાના હવાલાની ફોરવ્હીલ કારમાં ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની જુદી-જુદી બ્રાન્ડની ૭૫૦ એમ.એલ. ની કંપની શીલ પેક બોટલ નંગ-૧૨૦ પેટી નંગ-૧૦ કિ.રૂ.૪૮,૦૦૦ તથા જુદી-જુદી બ્રાન્ડ ૧૮૦ એમ.એલ.ની કંપનીની શીલ પેક બોટલ નંગ-૧૪૪૦ પેટી નંગ-૩૦ કિ.રૂ.૧,૪૪,૦૦૦ મળી કુલ નાની-મોટી બોટલ નંગ-૧૫૬૦ પેટી નંગ-૪૦ જેની કુલ કિ.રૂ.૧,૯૨,૦૦૦ તથા સફેદ કલરની હ્યુન્ડાઇ કંપનીની ક્રેટા ફોરવ્હીલ કાર રજી નંબર-GJ-20-N-9317 ની કિ.રૂ.૬,૦૦,૦૦૦/- એમ મળી કુલ કિ.રૂ.૭,૯૨,૦૦૦/- નો મુદામાલ પોતાના કબ્જામા રાખી હેરા ફેરી કરી રેઇડ દરમ્યાન હાજર નંહી મળી આવી ગુન્હો કરેલ હોય જેથી તેમની સામે પ્રોહી એકટ ક.૬૫(એ)(ઇ),૧૧૬(૨),૯૮(ર) મુજબ ધોરણસર ફરિયાદ દાખલ કરી
આગળની તપાસ માળીયાહાટીના પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ આઇ સુમરા ચલાવી રહેલ છે આવી મોટી રેડ કરવા બદલ વિવિધ લોકો દ્વારા પોલીસને શુભેચ્છાઓ પાઠવાઈ રહી છે ત્યારે પી.એસ.આઈ સલમાં સુમરાએ આ વિસ્તારમાં કોઈપણ પ્રકારની ગુણખોરી ચલાવી લેવામાં આવશે નહિ તથા કોઈપણ ચમ્બરબંધીને છોડવામાં આવશે નહિ તેવી ચીમકી ઉચ્ચારતા ગુનેગારોમાં ફફડાટ મચી ગયેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.