ધંધુકા બોટાદના સુખભાદર ડેમ પૂર્ણ સપાટીએ ભરાતા ડેમના 4 દરવાજા ફૂટ સુધી ખોલાયા. - At This Time

ધંધુકા બોટાદના સુખભાદર ડેમ પૂર્ણ સપાટીએ ભરાતા ડેમના 4 દરવાજા ફૂટ સુધી ખોલાયા.


ધંધુકા બોટાદના સુખભાદર ડેમ પૂર્ણ સપાટીએ ભરાતા ડેમના 4 દરવાજા ફૂટ સુધી ખોલાયા.

ધંધુકા સહિત અડવાળ,ગલસાણા, ગુંજાર, જાળીયા, મોરશિયા,વાગડ , વાસણા વગેરે ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા હતા તેમજ ડેમના 4 દરવાજા ફૂટ સુધી ખોલાયા હતા.

અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે પસાર ખાતા સુખભાદર ડેમ પૂર્ણ સપાટીએ ભરાતા ડેમના 4 દરવાજાઓ ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા. સુખ ભાદર ડેમ ઓવરફ્લો થવાના કારણે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ત્રણ જિલ્લાના નીચાણવાળા 20ગામોને એલર્ટ કરાયા હતા.જેમાં બોટાદ જિલ્લાના નાનાભડલા, લિંબોડા,દેરડી , દેવળીયા, સાંગણપુર , ગધાળીયા,હાંસલપુર ,કિનારા, પાટણા, રાણપુર સહિત ગામોને તથા અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકા તેમજ અડવાળ, ગલાસાણા,ગુંજાર , જાળીયા,મોરશિયા, વાગડ, વાસણા, ગામોને સાથે સુરેન્દ્રનગરના મોટાભાડલા, ચોરાવીરા સહિતના ગામોને પાણીને લઈને એલર્ટ કરાયા હતા .

રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.