ગુજરાત માં સર્વત્ર મેંઘ મહેર થતા સાયલા ના ખેડૂતોએ નવા નીર ના વધાવ્યા.
સાયલા તાલુકો પાણી ની કપરી સમસ્યા ભોગવી રહ્યો હતો. અમુક ગામડાઓમાં પીવા માટે નું પાણી પણ માંડ અઠવાડિયે આવતું હોય એવી પરિસ્થિતિ સર્જાઈ હતી. એવા માં કુદરતી મેંઘ મહેર થતા લગભગ મોટા ભાગ ના જલશયો ભરાઈ ગયા છે. ત્યાર સાયલા ની જીવાદોરી સમાન જસાપર (થોરીયાળી) ડેમ પુરેપુરો ભરાઈ ને ઓવરફ્લો થઈ જવા પામ્યો છે. જે પાચ વર્ષ બાદ ભરાયો છે. ત્યારે આજુબાજુ ના ગામડાઓના લોકો ખુશ થયાં છે.ત્યારે આજુબાજુ ગામના ખેડૂતો સાથે ખેડૂત પુત્ર મયુરભાઈ સાકરીયા સાથે લોકોએ નવા નીર ના હરસોલ્લાસ સાથે કંકુ ચોખા ફૂલ થી વધામણાં કર્યા છે. ખેડૂતો ના મુરજાયેલા પાકો ને જીવતદાન મળી ગયું છે.
રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા. જી, સુરેન્દ્રનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.