બોટાદમાં વરસાદના પગલે બિસ્માર થયેલા રસ્તાઓને મરામત કરવાની કામગીરી હાથ ધરાઈ - At This Time

બોટાદમાં વરસાદના પગલે બિસ્માર થયેલા રસ્તાઓને મરામત કરવાની કામગીરી હાથ ધરાઈ


(અસરફ જાંગડ દ્વારા)
બોટાદ જિલ્લામાં વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. વરસાદી પાણીથી રસ્તા ઉપર થયેલા ધોવાણને લીધે પ્રજાજનોને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બિસ્માર રસ્તાઓનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. જિલ્લા વહીવટી તંત્રની પ્રશંસનીય કામગીરીને લીધે વાહનચાલકો સરળતાથી અવર જવર કરી શકે છે.
સમઢીયાળા નંબર 1 ગામ ખાતે તેમજ બોટાદના ખસ રોડ પર તેમજ પ્રમુખસ્વામી સોસાયટી, સહજાનંદ સોસાયટી સહિતના વિસ્તારોમાં સમારાકામ હાથ ધરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા રસ્તાઓ પર પડેલા ખાડા બુરવાની તેમજ જર્જરિત રસ્તાઓ પર ટાસ નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.