વિધાનસભા ચૂંટણી:જમ્મુ-કાશ્મીરમાં અબકી બાર 370નો મુદ્દો
જમ્મુ-કાશ્મીરમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં 8 મુખ્ય રાજકીય પાર્ટી મેદાનમાં છે, જેમાંથી ત્રણ મોટા પક્ષોએ કલમ-370ને પ્રચારનો મુખ્ય આધાર બનાવ્યો છે. વાસ્તવમાં, 5 ઓગસ્ટ 2019ના રોજ કલમ 370 હટાવ્યા પછી જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ વિધાનસભા ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે જેમાં તમામ મુખ્ય પક્ષોએ તેને સૌથી મોટો મુદ્દો બનાવ્યો છે.
જમ્મુ-કાશ્મીરના ચૂંટણીમાં મેદાનમાં નેશનલ કોન્ફરન્સ (એનસી), પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી), ભારતીય જનતા પાર્ટી (ભાજપ), કોંગ્રેસ, અપની પાર્ટી, પીપલ્સ કોન્ફરન્સ, અવામી ઈત્તિહાદ પાર્ટી અને ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી સામેલ છે. આ સિવાય ઘણા નાના પક્ષો અને અપક્ષ પણ ચૂંટણી લડી રહ્યા છે. આ પક્ષોએ ન માત્ર તેમના ચૂંટણી ઢંઢેરામાં કલમ 370નો ખાસ ઉલ્લેખ કર્યો છે, પરંતુ પક્ષો રેલી અને કાર્યક્રમોમાં પણ 370નો ઉલ્લેખ કરી રહ્યા છે. ભાજપ 370 હટાવવાના ફાયદા ગણાવી રહ્યું છે
નેશનલ કોન્ફરન્સ: એનસીના મેનિફેસ્ટોમાં કલમ 370 અને રાજ્ય દરજ્જાનું વચન આપ્યું છે. ઓમર અબ્દુલ્લાએ પુષ્ટિ કરી છે કે કલમ 370ની બહાલી તેમનો મુખ્ય એજન્ડા છે. કોંગ્રેસે કલમ 370 પર ધ્યાન કેન્દ્રિત કર્યું નથી, જમ્મુ-કાશ્મીરને રાજ્ય દરજ્જાની માગ કરી છે. પીડીપી | પીડીપીના ઘોષણાપત્રમાં સ્પેશિયલ સ્ટેટ્સ પર ભાર મૂકવામાં આવ્યો છે. પીડીપીએ કહ્યું કે કલમ 370 નાબૂદ થવાને કારણે કાશ્મીર મુદ્દો જટિલ બન્યો છે. મહેબૂબા મુફ્તીએ કહ્યું કે તેમની પાર્ટી કલમ 370ને ફરી લાગુ કરવાના પ્રયાસો કરશે અને ખીણમાં શાંતિ સુનિશ્ચિત કરશે. ભાજપ: ભાજપ કલમ 370 હટાવ્યા બાદથી જમ્મુને મળતા લાભોને પ્રોત્સાહન આપી રહ્યું છે, 370એ જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો છીનવી લીધો હતો. શાહે કોંગ્રેસને પડકાર ફેંક્યો કે શું તે કલમ 370ને ફરી લાગૂ કરવાના એનસીના મેનિફેસ્ટોના વચનને સમર્થન આપી રહી છે. જમ્મુ-કાશ્મીર : પ્રથમ તબક્કામાં 279 ઉમેદવાર, તેમાં માત્ર 5 મહિલા
જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 279 નોમિનેશનમાંથી માત્ર 5 મહિલા ઉમેદવારો છે. એનસી, ભાજપ, પીડીપીએ એક-એક મહિલાને ટિકિટ આપી છે. ગુલામ નબી આઝાદે કહ્યું- પ્રચાર નહીં કરું
જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ અને ડેમોક્રેટિક પ્રોગેસિવ આઝાદ પાર્ટીના પ્રમુખ ગુલામ નબી આઝાદ વિધાનસભાની ચૂંટણીમાં તેમની પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર કરશે નહીં. કારણ સ્વાસ્થ્ય સારું ન હોવાનું બતાવ્યું છે. ડીપીએપીએ પ્રથમ તબક્કા માટે 15 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.