છોટાઉદેપુર જિલ્લા કલેકટર અનિલ ધામલિયા ના સીધા માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જિલ્લામાં વરસાદમાં ધોવાયેલા માર્ગોનું યુદ્ધના ધોરણે સમારકામ શરૂ
છોટાઉદેપુર જિલ્લા કલેકટર અનિલ ધામલિયા ના સીધા માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જિલ્લામાં વરસાદમાં ધોવાયેલા માર્ગોનું યુદ્ધના ધોરણે સમારકામ શરૂ
છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદના પરિણામે ધોવાયેલા માર્ગોનું સમારકામ કરી વાહન વ્યવહાર પૂર્વવત કરવા માટે જિલ્લા કલેક્ટર શ્રી અનિલ ધામેલીયાના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે.
જિલ્લામાં નેશનલ હાઈવે ઓથોરિટી, માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ અને પંચાયત દ્વારા નુકસાન થયેલા માર્ગોના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. નેશનલ હાઇવે 56 છોટાઉદેપુરથી અલીરાજપુર જતા ઓરસંગ નદી ઉપર આવેલ બ્રિજમાં પડેલા ગાબડાનું પુરાણ યુદ્ધ ના ધોરણે કરાયું હતું એમ માહીતી ખાતા છોટાઉદેપુર ની અખબારી યાદીમાં જણાવ્યું છે
અલ્લારખા પઠાણ નસવાડીવાલા
9408355622
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.