ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાન 2024 અંતર્ગત ઘોડિયાર નદીનાથ મહાદેવ મંદિર ખાતે શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં કાર્યશાળાનું આયોજન
"સર્વવ્યાપી ભાજપા, સર્વસ્પર્શી ભાજપા"
ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાન 2024 અંતર્ગત આજે કડાણા તાલુકાના ઘોડિયાર નદીનાથ મહાદેવ મંદિર ખાતે વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરની અધ્યક્ષતામાં કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં સંગઠનલક્ષી ચર્ચા કરવામાં આવી તથા સદસ્યતા અભિયાનને વધુ વેગ મળે તેવું માર્ગદર્શન આપવામાં આવ્યું.તમામ હોદ્દેદારશ્રીઓ અને પદાધિકારીશ્રીઓને આગામી દિવસોમાં યોજાનાર કાર્યક્રમો અંગે માહિતી આપવામાં આવી.સાથે નદીનાથ મહાદેવ મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી.આ પ્રસંગે જીલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ, જીલ્લા મહામંત્રી રાવજીભાઇ પટેલ, કડાણા તાલુકા પંચાયત પ્રમુખ મંગુબેન માલીવાડ, તાલુકા મંડળના પ્રમુખ જેન્તીભાઇ પટેલ, મહામંત્રી કે.પી.ડામોર, જીલ્લા ઉપાધ્યક્ષ ભગવતસિંહ પૂવાર, મહેશભાઈ મહેતા, AMPC ના ચેરમેન શાંતિલાલ પટેલ અને અંબાલાલ પટેલ, પાર્ટીના પાયાના કાર્યકર મનોહરભાઈ પટેલ, તાલુકાના સરપંચો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ
મહીસાગર
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.