બોટાદ ૧૮૧ અભયમ ટીમે આત્મહત્યાના વિચાર કરતી મહિલાને કુશળ કાઉન્સિલિંગ દ્વારા આપ્યું નવું જીવન
(રિપોર્ટર:-ચેતન ચૌહાણ બોટાદ)
અભયમ ટીમ અને PBSC સેન્ટર ના કુશળ કાઉન્સિલિંગ થકી મહિલાને જીવનની મહત્વતા સમજાવી આત્મહત્યા નહીં કરવાનો લીધો સંકલ્પ 'બોટાદ ૧૮૧ અભયમ બની આશીર્વાદ રૂપ' બોટાદ સી.ટી વિસ્તાર માથી એક પીડિત મહિલા ની મદદ માટે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવેલ કે પીડિતા ને તેમના પતિ સાથે ઝગડો થતા આત્મહત્યા કરવાની કોશિશ કરે છે એવી માહિતી મળતા જ જેના પગલે ૧૮૧ ટીમના કાઉન્સેલર પટેલ ખુશ્બુબેન મહિલા કોન્સ્ટેબલ મુંધવા લતાબેન તેમજ પાયલોટ શૈલેષભાઇ ઘટના સ્થળે મહિલાની મદદ માટે રવાના થયેલ ઘટના સ્થળે પહોંચી મહિલા ને રૂબરૂ ૧૮૧ ની ટીમ મળી ને વાતચીત કરતા કાઉન્સેલિંગ દરમિયાન મારા સાસરીમાં મારૂ કોઈ નથી *મારે મરી જવું છે* એવો એક જ શબ્દ વારંવાર બોલતા હતા ૧૮૧ ટીમ દ્વારા શાંતિપૂર્વક વાતચીત કરી આશ્વાસન આપી વિશ્વાસમાં લઈ આપઘાતના પ્રયાસ અંગે પૂછતા પીડિત મહિલાએ પોતાના પર વીતી રહેલી વિગત જણાવતા કહેલ કે તેમના લગ્નને આઠ વર્ષ જેટલો સમય ગાળો થયેલ હોઈ સંતાનમા બે બાળકો છે. તેમના સાસુ-સસરા ગુજરી ગયા બાદ છેલ્લા એક માસથી પીડિતાને એવો વિચાર આવે કે જીવનમાં ગુરૂ ધારણ કરવો જોઈએ જેથી તેઓ બોટાદ સી.ટી વિસ્તારના આશ્રમમાં ગયેલ અને ત્યા આશ્રમના પુજારીએ એક ગુરૂ હોવા જોઈએ એ અંગેની જે તે વિધિ-વિધાન અને દોરા-ધાગા કરીને આપેલ.આ વાત પીડિતા ના પતિને જાણ થતા આશ્રમમાં જવાની ના પાડેલ તેથી પીડિતા આશ્રમમાં જવાનું બંધ કરેલ છતાં પણ તેના પતિને આ વિધિ-વિધાન તેમજ દોરા-ધાગા નુ મન માં રહેતા તેના પતિ પણ લાગતા વળગતા ભુવા પાસે જઈને દોરા-ધાગા કરાવેલ અને અંધશ્રદ્ધા નો વહેમ કરી કાળા કલરના દોરા પીડિતાના હાથ પગે બંધાવતા હતા તેમજ વારંવાર કહેતા કે છોકરા મોટા થઈ જાય પછી રાખવી નથી છૂટાછેડા લઈ લેવા છે તેમજ છોકરાને અને મકાનની બધી મિલકત તેમની બહેનને આપી દેવી છે.આ વાત થી વારંવાર પીડિતાને દુઃખ થતા વિચાર આવેલ કે મારા સાસરીમાં મારા રહેવાથી કોઈ ફરક ન પડતો હોય તો હું જીવીને શું કરું.જેથી મહિલા એ પોતાના પતિ ના ત્રાસ થી કંટાળીને આત્મહત્યા કરવાનો વિચાર કરેલ.૧૮૧ ટીમે મહિલાને સમજાવેલું કે મરી જવું એ કોઈ સમસ્યાનું સમાધાન નથી અને તેના પતિને સમજાવેલ ખોટા વહેમના કારણે તેમના લગ્ન જીવનમાં આવતી સમસ્યા વિશે સમજ આપી.મહિલાના પતિએ હવે પછી તેની પત્નીને હેરાન નહી કરે તેવી બાહેધરી આપતા,બંને પતિ-પત્ની વચ્ચે થયેલ ઝઘડા નું સુખદ સમાધાન કરાવેલ અને મહિલાએ રાજી ખુશીથી પોતાના પતિ સાથે રહેવા નું નક્કી કરેલ અને કોઈ દિવસ આત્મહત્યા નહીં કરવાનો નિર્ણય કરેલ.તેમજ ભવિષ્યમાં ફરીવાર તેમના ઝઘડા ન થાય તે માટે પીડિત મહિલા ને બોટાદમા મહિલા પોલીસ સ્ટેશન સ્થિત PBSC સેન્ટર ખાતે લાંબા -ગાળાના કાઉન્સેલિંગ માટે લઈ જવામા આવેલ જ્યા કાઉન્સેલર મકવાણા રિંકલબેન અને વ્યાસ રીનાબેન એ આગળની કાર્યવાહી હાથ ધરેલ અરજીના અનુસંધાને દંપતીનું બે વાર જૂથ મીટીંગ દ્વારા કાઉન્સેલિંગ કરેલ બંને પતિ-પત્ની એ એક બીજા ને પરસ્પર સમજવા અંગેનું માર્ગદર્શન તેમજ ગઈ ગુજરી ભૂલી આગળ બંને બાળકોના સારા ભવિષ્ય અંગે સમજવા માર્ગદર્શન આપેલ હાલમા બન્ને પતિ-પત્ની સાથે રહે છે અને અવાર-નવાર ટેલીફોનિક તેમજ રૂબરૂ ફોલઅપ માટે સેન્ટર પણ આવે છે. પતિ-પત્નીએ ૧૮૧ અભયમ ટીમ અને પી.બી.એસ.સી.ટીમનો આભાર વ્યક્ત કરેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.