સાથી હાથ બઢાના : બોટાદ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ વડોદરા ખાતે પૂરગ્રસ્ત નાગરિકોની મદદમાં ખડેપગે
(અસરફ જાંગડ દ્વારા)
બોટાદ જિલ્લાના તુરખા આરોગ્ય કેન્દ્રની યંગ ડોક્ટર્સની બ્રિગેડ પણ વડોદરા ખાતે પોતાની ફરજ બજાવી રહ્યાં છે. તુરખા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. આશિષ વેદાણી અને તેમની ટીમ વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં ફરજ બજાવી રહ્યા છે. આ વિશે ડો. આશિષે જણાવ્યું હતું કે, “બોટાદ જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીના માર્ગદર્શન અન્વયે અત્યારે અમે ડભોઈના પૂરગ્રસ્ત ચાર ગામોમાં કાર્યરત છીએ, પૂરગ્રસ્તોને આરોગ્યલક્ષી શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે અમે હાલ કામગીરી કરી રહ્યા છીએ.ડભોઈ ખાતે તુરખા આરોગ્ય કેન્દ્રની ટીમ સુનિશ્ચિત કરી રહી છે કે જરૂરિયાતમંદોને જરૂરી તબીબી સેવાઓ અને આવશ્યક દવાઓ પૂરી પાડીને સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ મુશ્કેલીઓનો સામનો કરવો ન પડે. નાના-મોટા, વડીલો સૌ કોઈના આરોગ્યની સંપૂર્ણ કાળજી રાખવામાં આવી રહી છે. રાજ્ય અને જિલ્લાનું આરોગ્ય તંત્ર પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકોના સ્વાસ્થ્યની દરકાર કરી રહ્યું છે. જરૂરી મેડીકલ સુવિધાઓ સાથે દવાઓ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.