ગૌરવીંત ચીન ના પાડોશી લાઓસ દેશે પ્રથમ ભગવાન શ્રી રામલલ્લા ની પોસ્ટજ સ્ટેમ્પ બહાર પાડી
ગૌરવીંત
ચીન ના પાડોશી લાઓસ દેશે પ્રથમ ભગવાન શ્રી રામલલ્લા ની પોસ્ટજ સ્ટેમ્પ બહાર પાડી
ચીન ના પાડોશી દેશ લાઓસ અયોધ્યા ભગવાન શ્રી રામલલ્લા ની પોસ્ટેજ સ્ટેમ્પ બહાર પાડી
લાઓસમાં રામલલાની એક સ્ટેમ્પ બહાર પાડવામાં આવી છે રામલલાના ચિત્રવાળી આ વિશ્વની પ્રથમ ટપાલ ટિકિટ છે.દક્ષિણ-પૂર્વ એશિયાના એક દેશમાં આવું બન્યું છે તેને હજાર હાથીઓની ભૂમિ પણ કહેવામાં આવે છે લાઓસની સંસ્કૃતિ ભારતથી ખૂબ પ્રભાવિત છે ત્યાંના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન સલેઉમક્સે કોમાસિથ અને ભારતના વિદેશ પ્રધાને સંયુક્ત રીતે આ સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી. રાજધાની હિંચનમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વાસ્તવમાં એસ જયશંકર (દક્ષિણ- પૂર્વ એશિયાના દેશોના જૂથ)ની બેઠક માટે ત્યાં પહોંચ્યા હતા આ ખાસ સ્ટેમ્પ પોસ્ટજ સ્ટેમ્પ છે એક લુઆંગ ફાબાંગના બુદ્ધને દર્શાવે છે અને બીજી અયોધ્યાના રામલલાને દર્શાવે છે લુઆંગ ફાબાંગ પ્રાચીન સમયમાં લાઓસની રાજધાની હતી બૌદ્ધ ધર્મ ભારત અને લાઓ પીડીઆર વચ્ચે એક સેતુ સમાન રહ્યો છે. ભારત મહાત્મા બુદ્ધનું કર્મભૂમિ હતું તેમણે અહીં જ પ્રવાસ કર્યો હતો, તેથી દક્ષિણ એશિયામાં જ્યાં પણ બૌદ્ધ ધર્મ મજબૂત છે ત્યાં ભારત સાથે જોડાણ છે લાઓસની શુભેચ્છા મુદ્રાથી લઈને લગ્નની પરંપરાઓ સુધીનબધું જ ભારત જેવું જ છે ત્યાંના બૌદ્ધ મઠોની દિવાલો પર રામાયણના દ્રશ્યો કોતરેલા જોવા મળશે ઓડિશાના વિષ્ણુ શર્મા દ્વારા લખાયેલ 'પંચતંત્ર'નો પણ ૧૫૦૭ માં ફ્રો સંઘરાજાએ ત્યાં અનુવાદ કર્યો હતો. ફ્રો લોખોન ટેકરી પર રાજા મહેન્દ્રવર્મન દ્વારા સ્થાપિત શિવલિંગ અને શિલાલેખ ઉપલબ્ધ છે અન્ય એક શિલાલેખ શ્રીદેવનિકાને યુધિષ્ઠિર અને ધનંજયની સરખામણી ઈન્દ્રધુમ્ન સાથે કરે છે ઉપરાંત એવી અનેક બાબતો છે કે જે લાઓસને ભારત સાથે સાંકળે છે અત્યંત ગૌરવ ની વાત કહેવાય
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.