બોટાદ ખાતે રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરતાં પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા
(અસરફ જાંગડ દ્વારા)
રાષ્ટ્રીય શાયરશ્રી ઝવેરચંદ મેઘાણીની વંદનીય ભૂમિ એટલે બોટાદ. ત્યારે બોટાદ ખાતે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી અને બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા દ્વારા ઝવેરચંદ મેઘાણીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર, જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોય, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુડાનિયા, અગ્રણીશ્રી ચંદુભાઈ સાવલિયા ઝવેરચંદ મેઘાણીના પ્રપૌત્ર પીનાકીભાઈ મેઘાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.