રાજકોટ:પુત્રએ માનસિક મા ને ગળાટુંપો આપી મોતને ઘાટ ઉતારી - At This Time

રાજકોટ:પુત્રએ માનસિક મા ને ગળાટુંપો આપી મોતને ઘાટ ઉતારી


યુનિ. રોડ પર ભગતસિંહ ગાર્ડન પાછળ આવેલ આવાસના ક્વાર્ટરમાં કપાતર પુત્રએ માનસિક બિમારી માતાને બ્લેંકેટથી ગળાટુંપી આપી હત્યા કરી નાખતા ચકચાર મચી ગઇ હતી. હત્યા કર્યા બાદ આરોપી પુત્ર ઘરની બહાર બેસી મિત્રને જાણ કરી હતી અને મિત્રએ પોલીસને જાણ કરતાં દોડી આવેલ યુનિ. પોલીસની ટીમે હત્યારા પુત્રની ધરપકડ કરી જરુરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે.
યુનિ. રોડ પર ભગતસિંહ ગાર્ડન પાછળ આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા જયોતિબેન ગોસાઇ (ઉ.વ. 48) તેનો પુત્ર નિલેશ જશવંતગર ગોસાઇ સાથે રહેતા હતા. ગઇકાલે મોડીરાતે માતા-પુત્ર ઘરે હતાં. બાદ આજે વહેલી સવારે જયોતિબેનને તેના પુત્રએ આવેશમાં આવ બેડના બ્લેન્કેટથી ગળાટુંપો આપી હત્યા કરી નાખી હતી.
બાદમાં હત્યારા પુત્રએ તેની નજીકમાં જ રહેતા મિત્રને પોતે કરેલા પાપની જાણ કરતા મિત્રએ પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતાં યુનિ. પોલીસ મથકના પીઆઇ વસાવા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો ત્યાં જ ઘરની બહાર આરોપી પુત્ર બેઠો હતો જેની ધરપકડ કરી ઘરની અંદર જઇ જોતાં તેની માતાનો મૃતદેહ જમીન પર પડ્યો હતો.
પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સીવીલ હોસ્પીટલમાં ખસેડી બનાવ અંગે હત્યારા પુત્રની પૂછપરછ કરતાં કબુલાત આપી હતી કે તે મુળ ભુજના વતની છે તેમની માતાને પિતા સાથે છુટાછેડા થયા બાદ બંને માતા-પુત્ર બે વર્ષથી રાજકોટ રહેવા આવ્યા હતાં.જે બાદ તે મેટોડામાં આવેલ એક કંપનીમાં નોકરી કરવા લાગેલ હતો. દરમ્યાન માતાની માનસિક સ્થિતિ સારી ન હતી અને તેમની સારવાર પણ શરુ કરાવી હતી. પરંતુ માનસિક સ્થિતિ માતાની બગડતા બંને વચ્ચે અવાર-નવાર ઝઘડો થતો હતો જેથી માતાની સારવાર અને ઝઘડાથી કંટાળી આજે વહેલી સવારે ઘાતકી પગલું ભરી લીધાની પ્રાથમિક કેફીયત આપી હતી.હાલ પોલીસે આરોપી નિલેશની ધરપકડ કરી પરિવાર સહિતની વિગતો મેળવવા વધુ પૂછતાછ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.