બસ અડધી સેકન્ડ…ને સામે હતું મોત:જલગાંવમાં પાટા ઓળંગીને પ્લેટફોર્મ પર ચઢતી મહિલાને ટ્રેને મારી ટક્કર, દેવદૂત બનીને આવેલા જવાને ખેંચીને બચાવી લીધી
ક્યારેક થોડી ઉતાવળ જીવન માટે જોખમી બની શકે છે, પરંતુ તેમ છતાં લોકો આવું કરતા રહે છે. ઘણીવાર લોકો રેલવે ક્રોસિંગ અથવા સ્ટેશન પર ઉતાવળમાં પાટા ઓળંગવાની ભૂલ કરી બેસે છે, જેના કારણે ક્યારેક તેમનો જીવ જોખમમાં મુકાઈ જાય છે. હાલની ઘટના મહારાષ્ટ્રના જલગાંવથી સામે આવી છે. અહીં રેલવે સ્ટેશન પરનો મહિલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. મહારાષ્ટ્રના જલગાંવ રેલવે સ્ટેશન પર એક મહિલા ચાલતી ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગઈ હતી. તે રેલવે ટ્રેક ક્રોસ કરી રહી હતી. એટલામાં માલગાડી આવી ગઈ. આ દરમિયાન ત્યાં હાજર પોલીસકર્મીની સતર્કતાના કારણે મહિલાનો જીવ બચી ગયો હતો. ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં મહિલા રેલવે ટ્રેક ક્રોસ કરીને પ્લેટફોર્મ પર ચઢતી જોવા મળે છે. આ દરમિયાન એક માલગાડી તેજ ગતિએ આવી પહોંચી. પ્લેટફોર્મ પર હાજર એક જવાને ટ્રેનને આવતી જોઈ. તે મહિલાને બચાવવા દોડ્યો, પરંતુ ત્યાં સુધીમાં ટ્રેને મહિલાને ટક્કર મારી દીધી હતી. જવાને મહિલાને ખેંચવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે ફસાઈ ગઈ અને ઢસડાવા લાગી હતી. મહિલા પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ફસાઈ ગઈ
જો કે, આ એક ચમત્કાર પણ હતો કે ટ્રેનની અડફેટે આવી ગયા પછી પણ પ્લેટફોર્મ પર ચઢવાની કોશિશ કરી રહેલી મહિલા પાટા પર ન પડી પરંતુ પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ખેંચાતી જતી રહી. અગાઉ નિષ્ફળ ગયેલો પોલીસ જવાન ફરી દોડ્યો અને મહિલાનો હાથ પકડીને પ્લેટફોર્મ પર ખેંચી લીધી હતી અને તેનો જીવ બચાવ્યો. આ અકસ્માતમાં મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. મુંબઈમાં અટલ સેતુ પરથી ઝંપલાવીને આત્મહત્યા કરતી મહિલાને બચાવી લીધી; વાળ પકડીને ઉપર ખેંચી લીધી
આ પહેલાં શુક્રવારે (16 ઓગસ્ટ) મુંબઈમાં અટલ સેતુ પરથી ઝંપલાવીને આત્મહત્યા કરતી એક મહિલાને બચાવવાનો ચોંકાવનારો વીડિયો પણ સામે આવ્યો હતો. 56 વર્ષની મહિલા રીમા મુકેશ પટેલ અટલ સેતુ પરથી કૂદી રહી હતી. એ દરમિયાન ત્યાં ઊભેલા એક કારચાલકે મહિલાને બચાવી લીધી હતી. મહિલા અટલ બ્રિજ પરથી કૂદી ગઈ હતી, પરંતુ કારચાલકે હાથ લંબાવીને તેના વાળ પકડી લીધા હતા. એટલામાં પોલીસની ગાડી પણ ત્યાં આવી પહોંચી. પોલીસની મદદથી કારચાલકે મહિલાને પુલ પર ખેંચી હતી. આ સમાચાર પણ વાંચો... દિલ્હીમાં બિલ્ડિંગ પરથી AC પડ્યું, યુવકનું મોત, VIDEO: સ્કૂટર પર બેસી મિત્ર સાથે વાત કરી રહ્યો હતો દિલ્હીના કરોલ બાગ વિસ્તારમાં એક બિલ્ડિંગના બીજા માળેથી એરકંડિશનર યુનિટ પડતાં એક યુવકનું મોત થયું હતું. એક ઘાયલ છે. આ ઘટના શનિવારે (17 ઓગસ્ટ) સાંજે લગભગ 7 વાગ્યે બની હતી. તેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે બિલ્ડિંગની નીચે એક છોકરો સ્કૂટર પર બેઠો હતો. તેની બાજુમાં તેનો એક મિત્ર ઊભો હતો. બંને વાતો કરતા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.