પ્રાકૃતિક ખેતીમાં મરચા, મગફળી, ઘઉં શાકભાજીનું સફળ ઉત્પાદન મેળવતી કોડકી ગામની પિતા – પુત્રની જોડી પિતા જાદવાભાઇ તથા પુત્ર ખિમજીભાઇ શિયાણી પ્રાકૃતિક ખેતીથી અવનવા પ્રયોગ કરીને સફળ ઉત્પાદન મેળવી અન્ય ખેડૂતોને પણ આપી રહ્યા છે માર્ગદર્શન
પ્રાકૃતિક ખેતીમાં મરચા, મગફળી, ઘઉં શાકભાજીનું સફળ
ઉત્પાદન મેળવતી કોડકી ગામની પિતા – પુત્રની જોડી
પિતા જાદવાભાઇ તથા પુત્ર ખિમજીભાઇ શિયાણી પ્રાકૃતિક ખેતીથી અવનવા પ્રયોગ કરીને સફળ ઉત્પાદન મેળવી અન્ય ખેડૂતોને પણ આપી રહ્યા છે માર્ગદર્શન
ભુજ, ગુરૂવાર
ભુજ તાલુકાના કોડકી ગામના પિતા-પુત્રની જોડી પ્રાકૃતિક ખેતીમાં અવનવા પ્રયોગ કરીને સફળ ઉત્પાદન મેળવી રહ્યા છે. આટલું જ નહીં, તેઓ પોતાની વાડીમાં જે સફળ પ્રયોગ કરે તેનું માર્ગદર્શન અન્ય ખેડૂતોને આપે છે સાથે જે ભૂલો થાય તે અન્ય ખેડૂત ન કરે તે અંગે સાવચેત પણ કરે છે. આમ, તેઓએ પોતાની વાડીને પ્રાકૃતિક ખેતી માટે પ્રયોગશાળા બનાવી અન્યો ખેડૂતો આ ખેતી કરે તે માટે કાર્ય કરી રહ્યા છે.
આ અંગે પિતા જાદવાભાઇ શીયાણી તથા પુત્ર ખીમજીભાઇ શીયાણી જણાવે છે કે, ૨૦૦૬થી આત્મા સાથે જોડાયેલા છીએ. ધીરે ધીરે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી છે. હાલ અનેક પ્રયોગ કરીને સફળતા પૂર્વક મરચા, મગફળી, મકાઇ, ઘઉં, મગ, શાકભાજી સહિતના પાકનું સફળ ઉત્પાદન મેળવી રહ્યા છીએ. તેઓ ઉમેરે છે કે, હાલ તેઓ મિશ્ર પાક લે છે, તેમાં અનેક પ્રયોગ કરતા રહે છે, જો સફળતા મળે તો અને કંઇ ભૂલ થાય તો તમામ બાબતે અન્ય ખેડૂતોને માર્ગદર્શન આપે છે. જેથી તેઓને આ કૃષિ વિશે તાલીમ તથા માહિતી મળી રહે અને તેઓ કોઇ ભૂલ કરવાથી બચી શકે. તેઓ ગૌ આધારિત ખેતી કરતા હોવાથી દવા, ખાતર તમામ વસ્તુ ગાયના ગૌમૂત્ર તથા છાણમાંથી બનાવે છે અને તેમાં વિવિધ કુદરતી ચીજો છાશ, ગોળ વગેરેનો ઉપયોગ કરે છે. આમ, બહારથી ખાતર કે દવા ખરીદવા એક પૈસાનો પણ ખર્ચ થતો ન હોવાથી તેઓના નફામાં વધારો થયો છે.
ખીમજીભાઇ વધુમાં ઉમેરે છે કે, પ્રાકૃતિક ખેતીના કારણે અમારી જમીન વધુ ફળદ્રુપ બની છે, જમીનની પાણી ગ્રહણક્ષમતા વધી છે, પાકની ગુણવત્તા વધી છે દા.ત હાલ કાકડીનું ઉત્પાદન મેળવી રહ્યા છીએ તો, ૩ થી ૫ ફૂટ જેટલી લાંબી કાકડી પાકી રહી છે. તે જ રીતે અન્ય પાકનું ઉત્પાદન ખૂબ સારું થઇ રહ્યું છે. તેઓએ, રાજય તથા કચ્છના ખેડૂતોને ધીરે ધીરે પ્રાકૃતિક ખેતી તરફ વળવા અનુરોધ કર્યો હતો.
રિપોર્ટ -દિપક આહીર
ભચાઉ કચ્છ
9909724189
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.