સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી
*સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી*
*રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ,સાબરકાંઠા*
સાબરકાંઠા જિલ્લાના તાલુકા મથક તલોદ નગરની મધ્યમાં આવેલા ભવ્યાતિ ભવ્ય એવા શ્રી કૃષ્ણ મંદિર પરિસર ખાતે શ્રીકૃષ્ણ જન્મોત્સવ અને શ્રી નંદમહોત્સવ અનંત ભક્તિભાવ પૂર્વક ઉજવાઈ ગયો. જન્માષ્ટમી ની રાત્રે ૧૨ ના ટકોરે વિશાળ જન મેદની વચ્ચે શ્રી કૃષ્ણ જન્મ ની ઉજવણી કરવામાં આવી હતી .આજે નંદ મહોત્સવના પ્રસંગે "નંદ ઘેર આનંદ ભયો.. જય કનૈયા લાલકી.."...ના જય જયકાર સાથે અનંત ભકિત ભાવ પૂર્વક નંદ મહોત્સવ ની ઉજવણી પણ સંપન્ન થઈ હતી જ્યાં યુવા ભક્તો ની ટોળકીએ મટકીફોડ ના મન ભાવન કાર્યક્રમ નો રસથાળ પીરસ્યો હતો..મંદિર ના વિશાળ કેમ્પસ માં કીડિયારા ઉભરાયા હોય તેવા દ્રશ્યો અબાલ વૃધ્ધ ભક્તોની હકડેઠઠ ઉમટી પડેલી જન મેદની ને કારણે જોવા મળ્યા હતા.શ્રી વૈષ્ણવ સમાજ ટ્રસ્ટ,ઉત્સવ સમિતિ અને નટખટ બાલ ગોપાલ ગ્રુપ એ ભાવિકો ના સથવારે આ બંને પ્રસંગો નું સુંદર આયોજન કર્યું હતું.જ્યાં તલોદ પોલીસ એ ચુસ્ત અને સરાહનીય બંદોબસ્ત જાળવી ને પૂર્ણ સલામતિ બક્ષી હતી.
7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.