વહીવટી તંત્ર અને પોલીસે દિલ ધડક કામગીરી કરીને પાણીમાં તણાતા યુવાનો જીવ બચાવ્યો - At This Time

વહીવટી તંત્ર અને પોલીસે દિલ ધડક કામગીરી કરીને પાણીમાં તણાતા યુવાનો જીવ બચાવ્યો


ખારા પસવરીયા થી વરસામેડી તરફના કોઝવે પર ધાણેટી ખાતે રહેતા અને ખાનગી કંપનીના મેનેજર ગાડી સહિત તણાઈ જતા તત્કાલ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું.

મૂળ સાંચોર - રાજસ્થાનના અને હાલ ધાણેટી ખાતે રહીને ખાનગી કંપનીના મેનેજર તરીકે ફરજ બજાવતા હિતેશભાઈ ચૌધરી ખારા પસવારીયા થી વરસામેડી તરફ આવતા રસ્તામાં કોઝવેમાં ગાડી સાથે તણાઈ જતા વહીવટી તંત્ર અને પોલીસે તાત્કાલિક અસરથી ગ્રામજનોની મદદથી બચાવ કામગીરી કરી યુવાને હેમખેમ પાણીમાંથી બહાર કાઢી નવજીવન આપ્યું હતું.

મળેલ માહિતી મુજબ, કોઝવે તરફ જવાના રસ્તા પર હિતેશભાઈની ગાડી પાણી ફસાઈ જતા અંદર પાણી આવવાનું શરૂ થયું હતું. આ દરમિયાન તેમણે તેમના પરિવારજને ફોન કરીને આ અંગે જાણકારી આપી હતી. વાતચીત દરમિયાન જ તેમનો ફોન કટ થઈ જતા તેમના કાકા પરિસ્થિતિને પામીને તત્કાલ હિતેશભાઈની ગાડીના જીપીએસના લોકેશન ઉપરથી ગામમાં જાણ કરી હતી. ગ્રામજનોએ મામલતદારશ્રીની જાણ કરતા અંજાર પોલીસની મદદથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
અંજાર પોલીસ સ્ટેશનના પીએસઆઇ શ્રી પી. એન. ઝાલા પીએસઆઇ શ્રી જે. એસ. ચુડાસમા, પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રહલાદસિંહ, પોલીસ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ , પોલીસ કોન્સ્ટેબલ કિશોરભાઈ ડોડીયા, પોલીસ કોન્સ્ટેબલ કિરીટ પટેલ, પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ ઝાલા સહિતના ઘટના સ્થળે પહોંચીને તણાઈ ગયેલા હિતેશભાઈને બચાવવા કામગીરી શરૂ કરી હતી. ગામના યુવાનો આંબાભાઈ રબારી, રઘુ રબારી, ઈશ્વર રબારીની મદદથી માથાડૂબ પાણીમાં ઉતરીને દિલધડક રેસ્ક્યુ કામગીરી કરી યુવાન સુધી પહોંચી તેને બચાવ્યો હતો. જોકે, યુવાનની ગાડી પાણીમાં ડૂબી ગયેલ છે.


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.