કચ્છમાં અતિ ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ બેઠક યોજી અતિ ભારે વરસાદની આગાહીના પગલે તમામ અધિકારીશ્રીઓને એલર્ટ રહેવા જિલ્લા કલેક્ટરશ્રીની તાકીદ
કચ્છમાં અતિ ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ બેઠક યોજી
૦૦૦૦
અતિ ભારે વરસાદની આગાહીના પગલે તમામ અધિકારીશ્રીઓને એલર્ટ રહેવા જિલ્લા કલેક્ટરશ્રીની તાકીદ
૦૦૦૦
અતિ ભારે વરસાદની ચેતવણી હોય નાગરિકોને બહાર નહીં નીકળવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાનો અનુરોધ
૦૦૦૦
ભુજ, બુધવાર:
આજરોજ જિલ્લા સેવા સદન ભુજ ખાતે આગામી ભારે વરસાદની આગાહીના પગલે વહીવટીતંત્રની તૈયારીઓ અંગે જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ બેઠક બોલાવી હતી. જિલ્લા કલેકટરશ્રીએ કચ્છ જિલ્લામાં ડિપ ડિપ્રેશનની પરિસ્થિતિના લીધે અતિ ભારે વરસાદની આગાહી હોય તમામ અધિકારીશ્રીઓને એલર્ટ રહેવા સૂચના આપી હતી.
કલેક્ટરશ્રીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ પ્રાંત અધિકારીશ્રીઓ, તમામ મામલતદારશ્રી સાથે વાત કરીને હાલની વર્તમાન પરિસ્થિતિનો ખ્યાલ મેળવ્યો હતો. જિલ્લા કલેક્ટરશ્રીએ કચ્છના સરહદી વિસ્તાર સહિત તમામ તાલુકામાં ડિપ ડિપ્રેશનના લીધે અતિ ભારે વરસાદની સંભાવનાના પગલે આગોતરું આયોજન કરવા માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત રૂટિન કામગીરીમાં ડિ-વોટરિંગ, ટ્રી ટ્રીમિંગ, પ્રવાસી સ્થળોને બંધ કરાવવા, એનડીઆરએફ - એસડીઆરએફ ટીમના ડિપ્લોયમેન્ટ, આર્મી કોલમની ફાળવણી, ભારે વરસાદની પરિસ્થિતિ વખતે સ્થળાંતર માટેની પૂર્વ તૈયારીઓ, રોડ રિસ્ટોરેશનની યુદ્ધના ધોરણે કામગીરી, નાગરિકોને મીડિયાના માધ્યમથી સચેત રાખવા, બંધ રસ્તાઓ ઉપર પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવા સહિતની બાબતો અંગે સંબંધિત અધિકારીશ્રીઓ જરૂરી સૂચનાઓ આપી હતી. ડિપ ડિપ્રેશનના લીધે અતિ ભારે વરસાદની આગાહી હોય નાગરિકોને વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓ પાલન કરવા જિલ્લા કલેકટરશ્રીએ અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત, જોખમી કૉઝ-વે, નાળાઓ, પાપડી, રસ્તાઓ કે વરસાદી પાણીમાં ઉતરવાનું જોખમ નહીં ખેડવા નાગરિકોને જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ અપીલ કરી હતી.
આ બેઠકમાં પશ્ચિમ અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર, નિવાસી અધિક કલેક્ટરશ્રી મિતેશ પંડ્યા, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી નિકુંજ પરીખ, તમામ પ્રાંત અધિકારીશ્રીઓ અને વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ -દિપક આહીર
ભચાઉ કચ્છ
9909724189
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.