EDITOR'S VIEW: કોલકાતા રેપ-મર્ડર કેસમાં રાજકારણ:BJPના બંગાળ બંધના એલાન વચ્ચે દીદીની મોટી જાહેરાત, મમતાનાં પાંચ નિવેદનોથી બંગાળીઓ ભડક્યા, હવે CMની ખુરશી પણ ખતરામાં! - At This Time

EDITOR’S VIEW: કોલકાતા રેપ-મર્ડર કેસમાં રાજકારણ:BJPના બંગાળ બંધના એલાન વચ્ચે દીદીની મોટી જાહેરાત, મમતાનાં પાંચ નિવેદનોથી બંગાળીઓ ભડક્યા, હવે CMની ખુરશી પણ ખતરામાં!


બંગાળના આંદોલનો મમતાની ખુરશી છીનવશે? દીદી જાણે વિપક્ષની ભૂમિકામાં બોલી રહ્યાં છે!! 27 ઓગસ્ટ 28 ઓગસ્ટ બે દિવસથી બંગાળમાં તોફાન થઈ રહ્યાં છે. સવાલ એ છે કે શું આ બે દિવસના આંદોલન અને હિંસાથી મમતા બેનર્જીની સીએમની ખુરશીના પાયા ડગમગી જશે? પહેલા દિવસે 27 ઓગસ્ટે વિદ્યાર્થી સંગઠનોએ ચલો નબન્ના...નો નારો આપીને રેલી કાઢી હતી પણ પોલીસે નિષ્ફળ બનાવવાનો પ્રયાસ કરતાં સ્ટુડન્ટ સંગઠનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. 28 ઓગસ્ટે ભાજપે 12 કલાક બંગાળ બંધનું એલાન આપ્યું હતું પણ બંધના આ એલાનના દિવસે હિંસા થઈ રહી હતી. નમસ્કાર, હવે તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ કોલકાતા રેપ-મર્ડરની ઘટનામાં પહેલીવાર નિવેદન આપ્યું છે. બુધવારે રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, કોલકાતાની ઘટનાથી હું નિરાશ છું ને ડરી ગઈ છું. હવે બહુ થયું. સમાજમાં આવી ઘટનાઓને ભૂલી જવાની ખરાબ ટેવ છે. જ્યારે ડોક્ટર્સ, સ્ટુડન્ટ્સ અને જનતા કોલકાતામાં વિરોધ કરી રહ્યા હતા ત્યારે બીજી જગ્યાએ અપરાધી સક્રિય હતા. નબન્ના ચલો... આ નારા સાથે કોલકાતામાં 27 ઓગસ્ટે મોટું આંદોલન થયું
27 ઓગસ્ટ, મંગળવારે કોલકાતામાં મોટું આંદોલન થયું. આ આંદોલન થવાનું કારણ એક જ હતું. આર.જી.કર મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટરનો રેપ અને પછી મર્ડર થયું હતું. આ રેલી કેસની તપાસ અને તેની નિષ્ફળતાના વિરોધમાં આ રેલી નીકળી હતી. જે નબન્નાનું નામ લઈને આ રેલી કાઢવામાં આવી હતી તે છે શું? એવો સવાલ થાય. તો નબન્ના એ કોલકાતાના એક બિલ્ડીંગનું નામ છે. આ સચિવાલયનું બિલ્ડીંગ છે જેને ત્યાંના સ્થાનિક લોકો નબન્ના કહે છે. નબન્ના બે શબ્દોને જોડીને બન્યો છે. નોબો અને ઓન્નો. એનો મતલબ થાય છે-નવા ચોખા. જ્યારે ખેતરમાં નવા ચોખા આવે છે ત્યારે બંગાળના ખેડૂતો એ સમયે નબન્ના ઉત્સવ મનાવે છે. આ બિલ્ડીંગના ટોપ ફ્લોર પર 13મા માળે સીએમ ઓફિસ પણ છે. આ પહેલાં મુખ્યમંત્રીની ઓફિસ રાઈટર્સ બિલ્ડીંગમાં હતી પણ 2013માં મમતા બેનર્જીએ પોતાની ઓફિસ નબન્નામાં શિફ્ટ કરાવી નાખી. નબન્ના રેલી પહેલાં કોલકાતા પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું નબન્ના રેલીમાં 100થી વધુ વિદ્યાર્થીઓ ઘાયલ, 200થી વધુની ધરપકડ
27 ઓગસ્ટે, મંગળવારે મુખ્યમંત્રી મમતા બેનર્જીના રાજીનામાની માંગ સાથે કોલકાતામાં રાજ્ય સચિવાલય નબન્ના તરફ કૂચ કરી હતી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિરોધ દરમિયાન પોલીસે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યો હતો. વોટર કેનન અને ટીયર ગેસના શેલ પણ છોડવામાં આવ્યા હતા. જેમાં 100થી વધુ વિદ્યાર્થીઓ અને 25થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. 200થી વધુ લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. આ પ્રદર્શન બપોરે 12.30 વાગ્યાની આસપાસ શરૂ થયું હતું અને સાંજે 6.30 વાગ્યા સુધી ચાલ્યું હતું. રહી રહીને આ રેલી કોણે કાઢી?
પશ્ચિમબંગ છાત્ર સમાજ નામના વિદ્યાર્થી સંગઠને આ રેલી કાઢી. આ સંગઠન સાથે જોડાયેલા અલગ અલગ કોલેજોના વિદ્યાર્થીઓ રેલીનું નેત઼ત્વ કરી રહ્યા હતા. આમાં નેતૃત્વ કરનારા ત્રણ મુખ્ય ચહેરા હતા. રવીન્દ્ર ભારતી વિશ્વવિદ્યાલયના સ્ટુડન્ટ પ્રવીર દાસ, કલ્યાણી વિશ્વવિદ્યાલયના શુંભાંકર હલદર અને રવીન્દ્ર મુક્ત વિશ્વવિદ્યાલયના સાયન લાહિરી. બંગાળના વરિષ્ઠ પત્રકાર જયંત ઘોષાલે કહ્યું કે, સ્ટુડન્ટ્સ દ્વારા રેલી હતી એવું ભલે કહેવાયું હોય પણ આમાં સામાન્ય લોકો પણ જોડાયા હતા અને ભાજપ સહિતની પોલિટિકલ પાર્ટીના કાર્યકર્તાઓ પણ હતા. રેલીમાં જુનિયર ડોક્ટર્સ પણ નહોતા જોડાયા. પણ જેટલા લોકો જોડાયા હતા તેમાંથી મોટાભાગના લોકો એક જ એજન્ડા સાથે જોડાયા હતા કે, 'ખુરશી છોડો ચીફ મિનિસ્ટર'. રેપિસ્ટને સજા કરો એ મુદ્દો તો આ રેલીમાં હતો જ નહીં. ટીએમસીએ આરોપ લગાવ્યો કે, આ રેલી ભાજપનો પોલિટિકલી પ્રોપેગેન્ડા જ છે. બંગાળમાં બાંગ્લાદેશ જેવી સ્થિતિ ઊભી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે સંગઠનોએ રેલી કાઢી હતી તેની ત્રણ મુખ્ય માગણી છે. રેલીને રાજકારણનો રંગ લગાવાયો
તૃણમૂલ કોંગ્રેસે ભાજપ સામે મમતાનું શાસન છીનવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, તેવો આરોપ લગાવ્યો તો ભાજપે પણ મમતા બેનર્જીને તાનાશાહ કહ્યાં. બીજી તરફ બંગાળના વિરોધપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ ટ્વિટ કરીને કહ્યું કે, જે સ્ટુડન્ટ્સ રેલીના આયોજનમાં સામેલ હતા તેમાંથી ચાર સ્ટુડન્ટ્સ આગલી રાતથી જ લાપતા બની ગયા છે. સુવેન્દુએ ટ્વિટમાં ચારેય સ્ટુડન્ટના નામ લખ્યા. તેની સામે બંગાળ પોલીસે ટ્વિટ કર્યું કે, ચારેય સ્ટુડન્ટ્સ ગાયબ નથી થયા પણ રેલી દરમિયાન હિંસા ફેલાવવાનું ષડયંત્ર બનાવતા હતા એટલે ચારેયની ધરપકડ કરવામાં આવી છે. મમતા વિપક્ષની ભૂમિકામાં આવી ગયાં !
વરિષ્ઠ પત્રકાર જયંત ઘોષાલ કહે છે, સીબીઆઈને આ કેસ સોંપવામાં આવ્યો ત્યારથી તપાસમાં કોઈ વિશેષ વાત બહાર નથી આવી. મમતા બેનર્જીએ એવું કહ્યું કે, જ્યારે કોલકાતા પોલીસ તપાસ કરી રહી હતી તો પછી તપાસ સીબીઆઈને આપવાની જરૂર નહોતી. અને માનો કે સીબીઆઈને તપાસ આપી જ છે તો આટલા દિવસો પછી તેમની તપાસનું રિઝલ્ટ કેમ આવ્યું નથી? આવા સવાલ પૂછીને મમતા જ ભેરવાઈ ગયાં છે કારણ કે, આ સવાલો સત્તાપક્ષ તરીકે તેમણે નહીં પણ વિપક્ષોએ પૂછવા જોઈએ. વિપક્ષોના સવાલો મમતા પૂછી રહ્યાં છે એટલે બંગાળના લોકોમાં તેમના પ્રત્યે વધારે રોષ ફેલાઈ રહ્યો છે. મમતાના પાંચ નિવેદનોથી બંગાળની જનતા ભડકી
મમતા બેનર્જીએ બુધવારે જે નિવેદનો આપ્યા તેની પણ ટીકા થઈ રહી છે. તેમણે આપેલા પાંચ મહત્વના નિવેદનો જોઈએ તો... 28 ઓગસ્ટનું હિેસક આંદોલન, ભાજપ નેતા પર ફાયરિંગ
28 ઓગસ્ટ, બુધવારે ભાજપે 12 કલાકનું બંગાળ બંધનું એલાન આપ્યું હતું. આ એલાનના દિવસે એટલે કે નબન્ના રેલીના બીજા જ દિવસે બંગાળમાં વધારે ભડકો થયો છે. બંગાળ ભાજપના નેતા શુભેન્દુ અધિકારીએ દાવો કર્યો છે કે, ભાજપના ભાટપારા વિસ્તારના સ્થાનિક નેતા પ્રિયંગુ પાંડે પર હુમલો થયો છે. તેમની કાર પર ગોળી ચલાવવામાં આવી છે ને તેનો ગાર્ડ ઘાયલ થઈ ગયો છે. પ્રિયંગુ પાંડે પર છ રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો, તેનો વીડિયો પણ શુભેન્દુ અધિકારીએ પોસ્ટ કર્યો છે. દિવસભર તોફાન, આગચંપી, ધરપકડો, તોડફોડ જેવા બનાવો બન્યા હતા. બુધવારના આંદોલનમાં પણ મમતાના રાજીનામાની માગ ઉઠી. ASI સહિત 8 વ્યક્તિના પોલિગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યા
તાલીમાર્થી ડૉક્ટરના બળાત્કાર-હત્યા કેસમાં બુધવાર, 28 ઓગસ્ટે કોલકાતા પોલીસના ASI રેન્કના અધિકારી અનુપ દત્તાનો પોલીગ્રાફ ટેસ્ટ શરૂ થયો છે. સીબીઆઈના સૂત્રોએ જણાવ્યું કે એજન્સીની ઓફિસમાં પોલીસ અધિકારીની પૂછપરછ કરવામાં આવી રહી છે. સીબીઆઈએ એએસઆઈ અનુપ દત્તા પર પોલીગ્રાફ ટેસ્ટ કરાવવા માટે કોલકાતાની કોર્ટ પાસે પરવાનગી માગી હતી. દત્તાએ મુખ્ય આરોપી સંજય રોયને ગુનો છુપાવવામાં મદદ કરી હતી કે કેમ તે જાણવા મળશે. અનુપ દત્તા બળાત્કાર-હત્યા કેસમાં 8મી વ્યક્તિ છે જેનો પોલીગ્રાફ ટેસ્ટ થઈ રહ્યો છે. આ પહેલાં સીબીઆઈએ 25 ઓગસ્ટે આરોપી સંજય રોયનો પોલીગ્રાફ ટેસ્ટ કરાવ્યો હતો. 24 ઓગસ્ટે કોલેજના પ્રિન્સિપાલ સંદીપ ઘોષ, ચાર સાથી ડોક્ટરો અને એક હોસ્પિટલના સ્વયંસેવકનો પોલિગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. છેલ્લે, ભારતના બંધારણ મુજબ રાષ્ટ્રપતિના નિવેદનનો વિરોધ કરી ન શકાય પણ બુધવારે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ કોલકાતા રેપ અને મર્ડર કેસમાં વાત કરી ત્યારે કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ, બંનેએ રાષ્ટ્રપતિના નિવેદન પર નારાજગી વ્યકત કરી છે. બંને પક્ષે નિવેદન આપ્યું છે કે, રાષ્ટ્રપતિ મુર્મુને મહિલા પહેલવાનો સાથે થયેલો અન્યાય કેમ ન દેખાયો? ઉન્નાવ, હાથરસ, બિલ્કીસ અને મણિપુર કેસ અને બીજા રાજ્યોમાં બનેલી ઘટનાઓ વખતે તે કેમ ન બોલ્યા ને છેક હવે કોલકાતા ઘટના વખતે જ નિવેદન આપે છે? બોલો હવે કંઇ કહેવું છે?

સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ... (રિસર્ચ : યશપાલ બક્ષી )


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.