આણંદ જિલ્લાના 53 રસ્તાઓ બંધ
આણંદ જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવનને અસર થઈ છે. કોઝ-વે, નાળા કે પુલ પર પાણી ફરી વળવાના કારણે અનેક માર્ગો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યા છે. જયારે બીજી તરફ માર્ગો પર પડી ગયેલા વૃક્ષો સહિતની અડચણો દૂર કરવા જિલ્લા પ્રશાસન દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
આણંદ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ હસ્તકના 15 તથા પંચાયત હસ્તકના 38 માર્ગો પાણીના ઓવરટોપિંગના કારણે બંધ કરી દેવામાં આવ્યા છે.
9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.