પંચમહાલના ખેડુતોની જીવાદોરી સમાન પાનમડેમ 94.55 ટકા ભરાયો - At This Time

પંચમહાલના ખેડુતોની જીવાદોરી સમાન પાનમડેમ 94.55 ટકા ભરાયો


શહેરા

પંચમહાલ જીલ્લામા પાછલા ત્રણ દિવસથી પડેલા ભારે વરસાદને કારણે જીલ્લામા આવેલા જળાશયોમા પાણીની ભારે આવક જોવા મળી છે. ખેડુતો માટે જીવાદોરી સમાન ગણાતા પાનમ ડેમમા પણ ઉપરવાસમા વરસાદ થતા પાનમ વિભાગ દ્વારા દરવાજા ખોલવામા આવતા પાનમ નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી. પાનમડેમની આસપાસ પણ સૌદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યુ હતુ. પ્રવાસીઓ પણ ડેમ અને પ્રાકૃતિક સૌદર્યનો નઝારો માણતા નજરે પડતા હતા.
પંચમહાલ જીલ્લામા જીલ્લાની જીવાદોરી સમાન પાનમડેમ આવેલો છે.પાનમડેમ મહિસાગર જીલ્લાના લુણાવાડા સંતરામપુર અને પંચમહાલના શહેરા તાલુકાની ત્રિભેટે આવેલો છે. હાલમા ગુજરાતમા સર્જાયેલી વરસાદી સિસ્ટમને કારણે ભારે વરસાદ થયો હતો.પાનમડેમમા પડેલા ઉપરવાસમા પડેલા વરસાદને કારણે પાનમડેમ સંપુર્ણ છલોછલ ભરાયો હતો. પાનમડેમમાથી પાંચ ગેટ ખોલીને નદીમા પાણી હાલમા છોડવામા આવી રહ્યુ છે. પાનમવિભાગના સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર હાલમા પાનમડેમમા પાણીની આવક 18687 ક્યુસેક અને જાવક 20770 હજાર ક્યુસેક છે.વરસાદ સારો થતા હાલમા પાનમડેમ 94.55 ટકા ભરાઈ ગયો છે. પાનમડેમમા પાણી છોડવામા આવતા નજારાને માણવા પર્યટકો આવી રહ્યા છે. હાલમા પાનમડેમનુ લેવલ 126.90 નોધાયુ છે. અત્રે નોધનીય છે કે પાનમડેમ ભરાવાથી ખેડુતોને સિંચાઈની પાણી સમસ્યા નહી રહે.

રિપોર્ટ, વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.