લીલીયા મોટા ગામે ૨-બાયપાસ રોડ તથા નાવલી બજારમાં સી.સી. રોડ ફાળવવા બાબત ધારાસભ્ય ને પત્ર પાઠવાયો
લીલીયા ના સરપંચ જીવનભાઈ વોરા દ્વારા રાહદારી તેમજ નગરજનો ને પડતી અગવડતા ને લઈ ને વિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા તેમજ સાંસદ ભરતભાઈ સુતરીયા ને પત્ર પાઠવી કરી માંગ જેમાં જણાવેલ કે નાવલી બજારની અંદર શાક માર્કેટ દુકાન ના વેપાર ધંધા મોટા પ્રમાણમાં ચાલતા હોય જેથી બજારમાં ટ્રાફિક થવાના હિસાબે માન શ્રી કલેકટર સાહેબ એ જાહેરનામું ઘણા સમય પહેલા બહાર પાડેલ હોય અને ભારે વાહનોની ઘણી અવર જવર હોય જેના માટે અન્ય કોઈ રસ્તો ન હોય જેથી તે બજારમાં વેપાર ધંધા વાળા લોકો તથા બજારમાથી પસાર થતાં સામાન્ય લોકોને ખૂબ મુશ્કેલી પડતી હોય જેના માટે (૦૧) શ્યામ વાડી પાસે નદીના કાંઠેથી ઉમિયા માતાના બગીયા તરફ રોડનું કામ તથા (૦૨)પીપળવા રોડથી ખારી નદીમાં કોઝ વે તથા નાના લીલીયા રોડને જોડતા રોડનું કામ અને (૦૩) લાઠી રોડથી નાવલી બજાર શ્યામ વાડી સુધી આરસીસી રોડનું કામ ફાળવવા બાબતે વિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા સાંસદ ભરતભાઈ સુતરીયા, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત સદસ્યા રમીલાબેન ધોરાજીયા,કા.પા ઇજનેર અમરેલી ને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવેલ છે તેમ ઈમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.