મહીસાગર જિલ્લામાં ભારે વરસાદના કારણે રસ્તા પર પડેલ ઝાડને કાપી રસ્તો ખુલ્લો કરતા શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોર - At This Time

મહીસાગર જિલ્લામાં ભારે વરસાદના કારણે રસ્તા પર પડેલ ઝાડને કાપી રસ્તો ખુલ્લો કરતા શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોર


મહીસાગર જિલ્લામાં પડી રહેલ સાર્વત્રિક વરસાદના કારણે ઠેર ઠેર રસ્તાઓમાં પાણી ફરી વળ્યા છે અને સાથે રસ્તાઓ પર ઝાડ પણ પડી રહ્યા છે ત્યારે શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોર જાતે હાથમાં કુવાડી લઈ ઝાડ કાપી રસ્તો ખુલ્લો કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.

જ્યાં એક તરફ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોર પણ ગામે ગામ જઈ નિરીક્ષણ કરી જરૂરી કાર્યવાહી કરી રહ્યા છે.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.