ગાંધીનગર શહેર, કલોલ, માણસા, પેથાપુર, સાણંદ, લીંબાસી, ડાકોર પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરી તથા ધાડના કુલ-૧૧ ગુન્હાઓમાં છેલ્લા સાત વર્ષથી નાસતા ફરતા આરોપીને જેસાવાડા પોલીસે પકડી જેલ ભેગો કર્યો.
પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી પંચમહાલ ગોધરા રેન્જ તથા દાહોદ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.રાજદિપસિંહ ઝાલા તેમજ નાયબ પોલીસ અધિક્ષક જે. પી. ભંડારીના માર્ગદર્શન હેઠળ નાસતા-ફરતા આરોપીઓ પકડવા સારૂ જરૂરી સુચના માર્ગદર્શન કરેલ. જે અનુસંધાને જેસાવાડા પોલીસ મથકના ના પોલીસ સબ ઈન્સ્પેક્ટર એન.એમ. રામી પોલીસ સ્ટાફના માણસો સાથે જેસાવાડા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ. સિરાજ અબ્દુલ્લાને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, ગાંધીનગર શહેર, કલોલ, માણસા, પેથાપુર, સાણંદ, લીંબાસી, ડાકોર પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના કુલ-૧૧ ગુન્હાઓનો નાસતો ફરતો આરોપી કબાનભાઇ સબુરભાઇ જાતે ડાંગી રહે.આંબલી ખજુરીયા મીનામા ફળીયું તા.ગરબાડા જી.દાહોદ જે ધાનપુર તાલુકાના મલુ ગામેથી તેના ઘરે આવનાર છે. તેવી બાતમી આધારે શણગાસર ગામે રાંગણ ઘાટી રોડ પર વોચમાં રહી આ આરોપી મળી આવતા આરોપીને હસ્તગત કરી પોલીસ સ્ટેશન લઈ આવી ડાકોર પોલીસને સોપવામાં આવ્યો હતો.
9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.