નેત્રંગ નગર સહિત પંથક ભરમા જય કનૈયાલાલકી, હાથીધોડા પાલખીના જયધોષ સાથે લાલજીના જન્મ ઉત્સવની ભવ્ય ઉજવણી થઇ.
નેત્રંગ નગર સહિત પંથક ભરમા જન્માષ્ટમીપવઁને લઇ ને નગરમા આવેલ રણછોડરાય મંદિરે તેમજ રાધાકૃષ્ણ મંદિરે ભાવિકભકતો વહેલી સવાર થીજ દશઁન માટે ઉમટી રહ્યા હતા.
જીનબજાર ખાતે આવેલ રાધાકૃષ્ણ મંદિર ટ્રસ્ટ થકી મંદિરને ભવ્ય રોશનીથી શણગારવામા આવ્યુ હતુ,જેનુ આકર્ષણ અનેરુ હતુ, રાત્રિના નવ કલાકે લાલજીની શોભાયાત્રા ગણેશભાઈ આલાભાઈ ભરવાડ ના ધરેથી નિકળી હતી, જેમા નગરમા રહેતા ભરવાડ સમાજ ભાઈઓ,બહેનો બાળકો સહિત ભાવિકભકતો મોટી સંખ્યામા જોડાયા હતા, આ યાત્રા જવાહરબજાર,સ્ટેશન વિસ્તાર,ગાંધીબજાર થઈ તુલસી ફળીયા ખાતે આવેલ રણછોડરાય મંદિરે પહોંચી હતી, શોભાયાત્રામા ભારે ફટાકડાની આતશબાજી જોવા મળી હતી, ભાવિકભકતો ડીજેના તાલે ઝુમી ઉઠીયા હતા, ગરબાની પણ રમઝટ જામી હતી, રાત્રિના બાર કલાકે જય કનૈયાલાલકીના જયઘોષ સાથે રાધાકૃષ્ણ મંદિરે,રણછોડરાય મંદિરે,જલારામ મંદિરે ભાવિકભકતજનો એ લાલજીના જન્મોત્સવની રંગેચગે ઉજવણી કરી હતી.
9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.