વડોદરા ડિવિઝનમાં ભારે વરસાદને કારણે ભાવનગર ડિવિઝનની કેટલીક ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર
વડોદરા ડિવિઝનમાં ભારે વરસાદને કારણે ભાવનગર ડિવિઝનની કેટલીક ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર
પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન પર ભારે વરસાદને કારણે બાજવા સ્ટેશન પર વધુ પડતા પાણી ભરાવાને કારણે ભાવનગર ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ભાવનગર મંડળના સીનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, આ ટ્રેનોનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે:
1. 28.08.2024 ની ટ્રેન નંબર 12905 પોરબંદર-શાલીમાર સુપરફાસ્ટ પોરબંદર સ્ટેશનથી તેના નિર્ધારિત સમય 08.50 કલાકને બદલે 04 કલાકના વિલંબ સાથે સંભવિત પુન: નિર્ધારિત સમય 12.50 કલાકે ઉપડશે.
2. 28.08.2024ની ટ્રેન નંબર 11463 વેરાવળ-જબલપુર એક્સપ્રેસ વેરાવળ સ્ટેશનથી તેના નિર્ધારિત સમય 10.05 કલાકના બદલે 02 કલાકના વિલંબ સાથે સંભવિત પુનઃનિર્ધારિત સમય 12.05 કલાકે ઉપડશે.
3. 28.08.2024ની ટ્રેન નંબર 19218 વેરાવળ-બાંદ્રા એક્સપ્રેસ વેરાવળ સ્ટેશનથી તેના નિર્ધારિત સમય 11.50 કલાકને બદલે 04.55 કલાકના વિલંબ સાથે સંભવિત પુનઃનિર્ધારિત સમય 16.45 કલાકે ઉપડશે.
ઉપરોક્ત ઉલ્લેખિત ટ્રેનો સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
માશૂક અહમદ
વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક
પશ્ચિમ રેલવે‚ ભાવનગર મંડલ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.