પોલીસ પ્રજાનો મિત્ર છે સાર્થક કરતી ગુજરાતની ભાડલા પોલીસ
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ભંડારીયા ગામની સીમમાં આવેલ ચેકડેમ માં એક ખેડૂત અને બે બળદો ચેક ડેમમાં ફસાયા હતા. ચેકડેમ ની બાજુથી પસાર થતા ભાડલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.એસ.આઇ આર. એસ. સાંકળિયા તથા હેડ કોસ્ટેબલ બળદેવભાઈ સોલંકી તથા હેડ કોન્સ્ટેબલ જયેશભાઈ ચાવડા અને જી. આર. ડી. જવાન ભરતભાઈ સોમાણી તાત્કાલિક દોડી ગયા હતા. અને ખેડૂતને બચાવવા લાંબા દોરડા મારફતે રેક્સ્યું કરી ખેડૂત અને બે બળદોને બચાવ્યા હતા દિવ્યા ફાર્મા હાઉસ ના માલિક પ્રવીણભાઈ સગપરીયા તથા. તેના ભત્રીજા અને તેમજ ભંડારીયા ગ્રામજનો દ્વારા સફળ રેકસ્યું કરવામાં આવતા ભાડલા પોલીસસ્ટેશનની માનવતા ભરી કામગીરીથી પાંચાળ વિકાસ બોર્ડ પ્રમુખ વિનોદભાઈ વાલાણીએ ભાડલા પોલીસ પરિવારને સલામી સાથે અભિનંદન પાઠવી પોલીસની કામગીરીને બિરદાવી હતી. ઉલ્લેખનીય છે કે પૂર જેવી ભયાનક આપતી કે ભુકંપ જેવી પરિસ્થિતિ હોય, વૈશ્વિક કોરોનાની મહામારી હોય, ટાઢ હોય કે તડકો હોય, તહેવાર હોય કે પછી આંદોલનો હોય, બંદોબસ્ત હોય તેઓનું કર્તવ્ય સંપૂર્ણ નિષ્ઠાથી બજાવી રહ્યા છે. પોતે અને તેમના પરિવારજનોની ચિંતા કર્યા વગર રાત દિવસ જોયા વગર સુરક્ષા સમય અને યોગદાન આપેલ છે. તેવા પોલીસ પોતાના જીવને દાવ પર લગાવીને સરાહનીય કામગીરી કરી રહી છે તેવી પોલીસને ઠેર ઠેરથી શુભેચ્છાઓની વર્ષાઓ થઇ રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.