વિરપુર પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી.. જનજીવન અસ્તવ્યસ્ત થયું... - At This Time

વિરપુર પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી.. જનજીવન અસ્તવ્યસ્ત થયું…


વિરપુર તાલુકામાં અધધ વરસાદને કારણે ભારે નુકશાન થવા પામ્યું હતું અનેક લોકોના માથે આભ તૂટી પડ્યું..

વિરપુર તાલુકાના અનેક ગામનો વરસાદી પાણીના કારણે રસ્તો બંધ થવા પામ્યો..

સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી આપવામાં આવી છે ત્યારે મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકામાં પણ સતત બે દિવસથી ગાજવીજ અને ભારે પવન સાથસ વરસાદ વર્ષી રહ્યો છે જેના કારણે તાલુકામાં વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે અનેક સ્થળે વૃક્ષો ધરાસયી થયા છે તો અનેક લોકો ના મકાનો ધરાસયી થતા ઘર વિહોણા બન્યા છે જયારે વિરપુર નગરમાં લાવેરી નદીમાં પુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થતા નજીકમાં આવેલ દૂધ મંડળી સહિત અનેક વિસ્તાર પાણીમાં ઘરકાવ થવા પામ્યા હતા. અને વિરપુર તલાવડી, તિલચોક, સરકારી દવાખાના, ભાથીજી મંદીર, મધુવન રેસીડેન્સી, વરધરા ગોકુલધામ સોસાયટી, અનેક વિસ્તારમાં અનેક લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા હતા જેના કારણે જનજીવન વ્યાકુળ બની જવા પામ્યું હતું. વિરપુર તાલુકામાં અનેક સ્થળે વાહનો, પશુઓ પાણીના પ્રવાહમાં તણાયા હોવાનું પણ જાણવા મળેલ છે જયારે વિરપુર તાલુકાના સારીયાના (મેડિયાના મુવાડા)ખાતે ખાંટ દોલાભાઇ સાયભાઇ ના તબેલામાં કોતરનુ પાણી ઘુસી જતા ગાય-ભેંસ સહિત કુલ પાંચ જેટલાં પશુના મૃત્યુ થયા હતા ત્યારે બીજા અન્ય પાંચ જેટલા પશુઓ પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા તો બીજી તરફ સારીયા (શેઠાના મુવાડા)ખાતે પરમાર ડાહ્યાભાઈ સુરાભાઈ ની પણ ભેંસનું મૃત્યુ થવા પામ્યું અને આ સમગ્ર ઘટનાની જાણ તંત્રને થતા તત્કાલીન તાબડતોડ સારીયા ગામ ખાતે દોડી આવ્યું હતું.અનેક સ્થળોએ વૃક્ષો ધરાસયી થતા વાહન વ્યવહાર ઠપ થયો હતો તો અનેક ગામો સંપર્ક વિહોણા પણ બન્યા હતા નદી-નાળા ઓવરફ્લો થતા અનેક ગામોના રસ્તા બંધ થવા પામ્યા હતા ત્યારે દાંતલા, વરધરા,ખરોડ,સારીયા , લીમરવાડા,સારીયા જેવા અનેક ગામોમાં રહેણાંક મકાનો ધરાશાયી થયા હતા તો બીજી તરફ રહેણાંક માકાનોની દીવાલો પણ ધરસયી થવા પામી હતી.ત્યારે પોલીસ દ્વારા સતત અલગ અલગ સ્થળો એ દોળી ફસાયેલાં લોકોને મદદરૂપ બની હતી સાથે રસ્તા પર ના ધરસયી થયેલા વૃક્ષોનું કટિંગ કરી રસ્તો ખુલ્લો કરતા જોવા મળ્યા હતા તો બીજી તરફ તાલુકાના કેટલાક વિસ્તારોમાં ૨૫ જેટલા વિજ પોલ ધરાશાયી થતાં ગ્રામ્ય વિસ્તારોમાં વિજ પુરવઠો ખોરવાયો હતો...

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.