સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક ભારે વરસાદને પગલે જિલ્લા વહિવટી તંત્ર સતત ખડેપગે
જિલ્લાવાસીઓને સ્થળાંતર કામગીરી કરી રહેલી ટીમોને સહકાર આપવા અને નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર ન કરવા જિલ્લા કલેકટરશ્રીની અપીલ
હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યની સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેને પગલે જિલ્લા કલેકટર કે.સી.સંપટના માર્ગદર્શનમાં હેઠળ જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં કામગીરી કરી રહ્યું છે જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લાવાસીઓને અનુરોધ કરતાં જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું કે, ભારે વરસાદના કારણે જિલ્લામાં આવેલા ડેમો ઓવરફલો થઈ ચૂક્યા છે આ સંજોગોમાં ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હોવાથી લોકોને સાવચેત રહેવા અને પાણી ભરાયા હોય તેવા સ્થળોએ અવરજવર ન કરવા સૂચન કર્યું હતું. ભારે વરસાદના કારણે જિલ્લામાં વઢવાણ તાલુકાના ખમીસણા, રતનપર, જોરાવરનગર, મેમકા, સાંકળી, ભડીયાદ અને લીંબડી તાલુકાના નટવરગઢ, દોલતપરા, શિયાણી, રામરાજપર, પરનાળા, જાંબુ અને સુરેન્દ્રનગર શહેર અને ભોગાવો નદીના બંને કાંઠે આવેલા નીચાણવાળા ગામોમાં સ્થળાંતર માટે જિલ્લા વહીવટી તંત્રની ટીમો કામગીરી કરી રહી છે તમામ જિલ્લા વાસીઓને સ્થળાંતર માટે કામગીરી કરી રહેલી ટીમોને સહકાર આપવા અને નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર ન કરવા ખાસ અપીલ કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.