પ્રજાપિતા બ્રહ્માકુમારી ધંધુકાના સેવા કેન્દ્ર પર જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરાઈ.
બ્રહ્માકુમારી ધંધુકાના સેવા કેન્દ્ર પર જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરાઈ.
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા ધંધુકા ખાતે જન્માષ્ટમી મહોત્સવ ઉજવાયો જેમાં ચૈતન્ય ઝાંખી શ્રીકૃષ્ણ લક્ષ્મીનારાયણ યશોદા મૈયા બાલકૃષ્ણ ની ઝાંખી દ્વારા ચેતન્ય દર્શન કરાવી આધ્યાત્મિક રહસ્ય સમજાવેલ
અમદાવાદ જીલ્લા ના ધંધુકા કોલેજ રોડ પર આવેલ બ્રહ્માકુમારી વિદ્યાલય શિવ સ્મૃતિ ભવન ખાતે મટકી ફોડ રાસ ગરબા નો પણ કાર્યક્રમ યોજાયો
ભારતની પાવન ધરા ઉપર સતયુગના આગમનની તૈયારી સ્વરૂપે પરમાત્મા શિવ ઈશ્વરીય જ્ઞાન અને રાજયોગના અભ્યાસ દ્વારા માનવમાંથી દેવતા બનાવવાનું કર્તવ્ય કરી રહેલ છે. જેથી નજીકનાં ભવિષ્યમાં શ્રીકૃષ્ણની સત યોગી સૃષ્ટિનું આગમન ભારત માટે ગૌરવની વાત હશે.
ભારતીય શ્રેષ્ઠ સંસ્કૃતિના મહાપર્વ જન્માષ્ટમીની ઉજવણી દિવ્યતા, પવિત્રતા સંપન્ન બનાવવાની દ્રઢ પ્રતિજ્ઞા સાથે યોજાયેલ. વિશ્વના અનેક દેશોમાં સેવા કેન્દ્રો પર દૈવી પોશાક સાથે શ્રીકૃષ્ણ અને રાધાના સ્વરૂપમાં ભારતીય દિવ્યતા સંસ્કૃતિનો પરિચય આપવામાં આવ્યો હતો.
ધંધુકાના સેવા કેન્દ્ર પર શ્રીકૃષ્ણ-લક્ષ્મીનારાયણ યશોદા મૈયા બાલકૃષ્ણ ની ઝાંખી દ્વારા ચેતન્ય દર્શન કરાવી આધ્યાત્મિક રહસ્ય સમજાવેલ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જન્માષ્ટમીના સમારંભને સંબોધન કરતા ધંધુકા સંસ્થાના સંચાલિકા બ્રહ્માકુમારી મનિષા બહેન એ જણાવેલ કે વિશ્વમાં ભારતીય દિવ્ય સંસ્કૃતિની ઓળખ આજે પણ કાયમ છે. તે જ દિવ્યતા સંપન્ન ભારતની સ્થાપના માટે પરમાત્મા આજે સર્વનું આહ્વાન કરી રહેલ છે કે, નજીકના ભવિષ્યમાં આવનારા સતયુગ માટે સર્વ પોતાને દેવી દેવતા સમ બનવા અધ્યાત્મ સંપન્ન બને. તથા ઈશ્વરીય કર્તવ્યને ઓળખી પોતાને શ્રેષ્ઠ બનાવે.
રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.