અણિયોર ગામે ભરવાડ પરિવારના ૧૭૦ ઘેટાં-બકરાં અને ગાયો તણાઈ જતાં અરવલ્લી વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક સહાય ચૂકવાઈ. - At This Time

અણિયોર ગામે ભરવાડ પરિવારના ૧૭૦ ઘેટાં-બકરાં અને ગાયો તણાઈ જતાં અરવલ્લી વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક સહાય ચૂકવાઈ.


ભારે વરસાદમાં અસરગ્રસ્તો પ્રત્યે સહાનુભૂત અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર.
અરવલ્લી જિલ્લા વરસાદમાં થયેલ નુકસાન અન્વયે તાત્કાલિક સહાય પૂરી પાડવામાં આવી.
ઘટનાના ૨૪ કલાકની અંદર અસરગ્રસ્ત પશુપાલકને ચૂકવાઈ રૂ. ૧ લાખ ૧૬ હજારની પશુ મૃત્યુ સહાય.
હાલમાં સમગ્ર અરવલ્લી જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે શહેર અને ગ્રામ્ય વિસ્તારોને ભારે અસર થવા પામી છે. ભારે વરસાદ અને પવનની પરિસ્થિતીમાં માલપુર તાલુકાના અણિયોર ગામે ભરવાડ પરિવારના ૧૭૦ ઘેટાં-બકરાં અને ગાયો તણાઈ ગઈ હતી.

આ ઘટનામાં જિલ્લા વહીવટી તંત્ર તરફથી તાત્કાલીક અસરથી પશુઓના મૃતદેહ શોધી પોસ્ટમોર્ટમની વ્યવસ્થા કરવામાં આવી હતી. આજે પ્રાંત અધિકારીશ્રી બાયડ હાર્દિક બેલડિયા અને નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી જયાબેન કપાડીયા દ્વારા તેઓની મુલાકાત કરી ૨૨ પશુઓના મૃતદેહ મળ્યા છે જેનું તાત્કાલિક પોસ્ટમોર્ટમ કરી તંત્ર દ્વારા ૧ લાખ ૧૬ હજારની પશુ મૃત્યુ સહાય ચુકવવામાં આવી.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.