શિક્ષણ મંત્રી દ્વારા પોતના મત વિસ્તારમાં જાતે કામગીરી કરાઈ
આજરોજ સંતરામપુર તાલુકાના કણજરા મુકામે વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબે રસ્તામાં જતા વિશાળ વૃક્ષ ધરાશાયી થયેલ જોતા પોતાની ગાડીમાંથી ઉતરી અને વૃક્ષને કાપી રસ્તાની બાજુમાં ખસેડી અવર જવર કરનાર લોકો માટે રસ્તો ખુલ્લો કર્યો.
ગ્રામજનો અને ગામમાંથી પસાર થતા લોકોને પડતી મુશ્કેલી દૂર કરવામાં આવી.
આ પ્રસંગે સંતરામપુર નગર સંગઠન પ્રમુખશ્રી સંદીપભાઈ ભોઈ, તાલુકા મંડળના પ્રમુખશ્રી બળવંતભાઇ પટેલીયા, દિલીપભાઈ પટેલીયા, પાર્ટીના આગેવાનશ્રી શાંતિલાલ પટેલ, પરસોત્તમદાસ પટેલ, અશોકભાઈ સહિત પ્રમુખ હોદેદારો ઉપસ્થિત રહ્યા.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.