બાયડ તાલુકાના પ્રાંતવેલ ગામે વરસાદે ભારે તરાજી સર્જીતા બે મકાન ધરાશાહી થયા હતા.
સર્વત્ર ગુજરાત રાજ્યમાં ત્રણ દિવસભારે થી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. એવામાં બાયડ તાલુકા ના પ્રાંતવેલ ગામમાં અતિશય ભારે વરસાદથી મકાન ધરાશયી થયું હતું.પ્રાંતવેલ ગામના વતની ખાંટ રામભાઇ ધિરાભાઈ અને ખાંટ પર્વતભાઈ કાળાભાઈના મકાન ભારે વરસાદના પગલે ધરાશાયી થયા હતા.અગાઉ પણ આ ગામ માં ભારે વરસાદના કારણે મકાન ધરાશાયી થયેલ હતા.તે મકાન માલિકોને આજદિન સુધી સરકાર દ્વારા કોઈ લાભ મળેલ નથી તો તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ ધરાશાયી મકાનોનુ સર્વે કરવામાં આવે અને સત્વરે મકાનનો લાભ મળે તેવી ગામજનોની માંગણી છે.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.