શહેરા- મેઘરાજાની ગતમોડી રાતથી તોફાની બેટીંગ,નદીનાળાઓ ખેતરોઓ પાણીથી છલકાયા,મકાઈના પાકને નૂકશાન
શહેરા,
પંચમહાલ જીલ્લામા ગતમોડી રાતથી મેઘરાજાએ ધમધમાટી બોલાવી છે. જેના કારણે જનજીવન પર વ્યાપક અસર પડી હતી. રવિવાર મોડીસાંજથી જીલ્લાના તમામ તાલુકાઓમા સાર્વત્રિક વરસાદ નોધાયો હતો. શહેરા તાલુકામા પણ વરસાદને કારણે ખેતરો પાણીથી તરબોળ જોના મળ્યા હતા. નાળાઓ પણ પાણીથી છલકાઈ બે કાંઠે વહી રહ્યા હતા. ડાંગરના પાકને પણ વરસાદ થતા જીવતદાન મળ્યુ હતુ. વરસાદને કારણે લોકોએ ઘરમા જ રહેવાનુ મુનાસિબ માન્યુ હતુ.
ગુજરાતમા સર્જાયેલી વરસાદી સિસ્ટમને કારણે તમામ જીલ્લાઓમા વરસાદની આગાહીના પગલે પંચમહાલ જીલ્લામા પણ પાછલા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.રવિવાર બપોરે વિરામ લીધા બાદ ફરીથી મોડી રાતે મેઘરાજાએ જાણ પંચમહાલ જીલ્લાને પાણીથી ભીંજવી નાખવાનુ નક્કી કર્યુ હોય સતત વરસ્યા હતા. શહેરા તાલુકામા ભારે વરસાદ વરસ્યો હતો.ગ્રામીણ વિસ્તારમા વરસાદને કારણે વીજળી પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો.ખેતરોમા પાણીથી જાણે તરબોળ થઈ ગયા હતા. અને પાણી ખેતરોમા પણ વહેતા જોવા મળ્યા હતા. પાનમહાઈલેવલ કેનાલ પણ છલોછલ વહેતી જોવા મળી હતી.
રિપોર્ટર, વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.