મોડાસા તાલુકાના ફૂટા ગામે એક મકાન ધરાશાઈ.
અરવલ્લી જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જ્યાં જુઓ ત્યાં પાણી પાણી દેખાઈ રહ્યું છે ત્યારે અરવલ્લી જિલ્લાના ગામડાઓમાં કાચા મકાનો જમીન દોસ્ત થવા લાગ્યા છે ત્યારે ફૂટા ગામમાં વરસાદી પાણી ભરાયા હતા. ઘરવખરી સરસમાન પલળી ગયો હતો. મોડાસા તાલુકાના ફુટા ગામે ગત મોડી રાત્રીના સમયે ખાંટ કોદરભાઈ ધૂળભાઈનું મકાન જમીન દોસ્ત થતા કોઈ જાનહાની થઈ નહોતી પણ ઊપર આભ અને નીચે ધરતી જેવો ઘાટ સર્જાયો હતો.પ્રાપ્ત વિગત અનુસાર પરિવાર ઉપ આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિને લઈ પરિવાર રસ્તા ઉપર આવી જતા સરકાર દ્વારા વિકાસની વાતો કરવામાં આવતી હોય છે અને પ્રધાનમંત્રી આવાસ યોજના નો લાભ આપવામાં આવતો હોય છે ત્યારે ટીંટોઈ ગ્રામ પંચાયતમાં ફૂટા ગામને ઓરમાયું વર્તન છેલ્લા ગણા સમયથી જોઈ શકાય છે.ગ્રામવાસીઓને આવાસ યોજનાનો લાભ આપવામાં આવતો નથી. અરવલ્લી જિલ્લામાં ફુટા ગામ પ્રધાનમંત્રી આવાસ યોજનાથી વંચિત હોય તેવી પરિસ્થિતિને લઈ સરકાર દ્વારા ગરીબોને આ યોજનાઓનો લાભ મળશે કે કેમ? આ પરિવારને સરકાર દ્વારા સહાય મળશે કે કેમ તે જોવું રહ્યું.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.