ડોક્ટર રેપ-મર્ડરઃ કોલકાતામાં આજે વિદ્યાર્થી સંગઠનની નબન્ના રેલી:CM મમતાના રાજીનામાની માગ; 6 હજાર પોલીસ જવાનો તૈનાત - At This Time

ડોક્ટર રેપ-મર્ડરઃ કોલકાતામાં આજે વિદ્યાર્થી સંગઠનની નબન્ના રેલી:CM મમતાના રાજીનામાની માગ; 6 હજાર પોલીસ જવાનો તૈનાત


કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં 8-9 ઓગસ્ટના રોજ તાલીમાર્થી ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી. વિદ્યાર્થી સંગઠનો પશ્ચિમ બંગા છાત્ર સમાજ અને સંગ્રામી જુથ મંચ મંગળવારે આરોપીઓની ધરપકડ અને સીએમ મમતાના રાજીનામાની માગ સાથે રેલી કાઢી રહ્યા છે. આ સંગઠનો બંગાળ સરકારના સચિવાલય નબાન્નામાં જશે. તેને નબન્ના અભિજન રેલી નામ આપવામાં આવ્યું છે. જોકે, પોલીસે સંભવિત હિંસા અને અવ્યવસ્થાને ટાંકીને રેલીને ગેરકાયદેસર અને અનધિકૃત ગણાવી છે. પોલીસે દેખાવકારોને રોકવા માટે 6 હજારની ફોર્સ, વોટર કેનન અને બેરિકેડિંગ ગોઠવી દીધા છે. પશ્ચિમ બંગા છાત્ર સમાજ એ નોન-રજિસ્ટર્ડ વિદ્યાર્થી જૂથ છે. જ્યારે સંગ્રામી જુથા મંચ એ બંગાળના સરકારી કર્મચારીઓનું સંગઠન છે, જેઓ મોંઘવારી ભથ્થું (DA) કેન્દ્રીય કર્મચારીઓની સમાન કરવાની માગ કરી રહ્યા છે. નીચેના બ્લોગમાં કોલકાતામાં વિરોધ પ્રદર્શન સંબંધિત અપડેટ્સ વાંચો...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.